Not Set/ અજિતેશ સાથે લગ્નને લઇને આપત્તિ દર્શાવતા શખ્સે સાક્ષી મિશ્રાને ટ્વીટર પર આપી ધમકી

દેશમાં ચર્ચાનો વિષય બની ગયેલા સાક્ષી-અજિતેશનાં લગ્નનાં મુદ્દે રોજ કોઇને કોઇ વળાંક આવી રહ્યો છે. કોઇ આ લગ્નને ખરા બતાવી રહ્યા છે તો કોઇ તેના પર આપત્તિ દર્શાવી રહ્યા છે. ઘણા આ લગ્નને પિતાનું અપમાન બતાવી રહ્યા છે તો ઘણા મન મરજી કરી શકવાની છૂટ બતાવી રહ્યા છે. કઇક આવી જ આપત્તિ દર્શાવતુ એક ટ્વીટ […]

Top Stories India
ajitesh sakshi 4843561 835x547 m અજિતેશ સાથે લગ્નને લઇને આપત્તિ દર્શાવતા શખ્સે સાક્ષી મિશ્રાને ટ્વીટર પર આપી ધમકી

દેશમાં ચર્ચાનો વિષય બની ગયેલા સાક્ષી-અજિતેશનાં લગ્નનાં મુદ્દે રોજ કોઇને કોઇ વળાંક આવી રહ્યો છે. કોઇ આ લગ્નને ખરા બતાવી રહ્યા છે તો કોઇ તેના પર આપત્તિ દર્શાવી રહ્યા છે. ઘણા આ લગ્નને પિતાનું અપમાન બતાવી રહ્યા છે તો ઘણા મન મરજી કરી શકવાની છૂટ બતાવી રહ્યા છે. કઇક આવી જ આપત્તિ દર્શાવતુ એક ટ્વીટ સામે આવ્યુ છે, જેમા સાક્ષીને જાનથી મારી નાખવાની ધમકી આપવામા આવી છે.

ઉત્તરપ્રદેશનાં બરેલીનાં બીથરીનાં ધારાસભ્યની પુત્રી સાક્ષીને ટ્વીટર પર જાનથી મારવાની ધમકી આપવામાં આવી છે. તેના ટ્વિટર એકાઉન્ટ પર, તેની પોસ્ટ પર અજિતેશની સાથે લગ્નનાં નિર્ણયને ખોટો બતાવતા કહેવામાં આવી રહ્યુ છે કે ‘તેઓ ક્યા સુધી બચશે. તારે મારા હાથે જ મરવાનું છે’. આ ધમકી પછી સાયબર સેલ પણ સક્રિય થઈ ગયો છે.

અજિતેશ અને સાક્ષીનાં લગ્નનાં નિર્ણયને ટ્વીટર પર અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખોટો સાબિત કરવામાં આવી રહ્યો છે. ઘણા અહી પિતાનું અપમાન થયુ હોવાનું માની રહ્યા છે. ઘણા કહી રહ્યા છે કે ‘હજુ પણ સમય છે, માતા-પિતા પાસે ચાલી જાય. માતા-પિતાને દુખી કરી ક્યારે ખુશ નહી રહી શકે, આ પ્રેમનો નશો બે-ત્રણ મહિનામાં ઉતરી જશે’. એક દિપક ભારતી નામનાં શખ્સે તો સાક્ષીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી દીધી છે. તેણે એક ફિલ્મનાં ગીતને કટાક્ષમાં દર્શાવતા લખ્યુ છે કે, ‘મુર્ગી ક્યા જાને અંડે કા ક્યા હોગા? લાઇફ મિલેગી યા તવે પર ફ્રાઇ હોગા? પોલીસ અને મીડિયા ક્યા સુધી તને બચાવશે? એક દિવસ મારા હાથેથી તારી મોત નિશ્ચિત જ છે.’

ભાવુક ટ્વીટ કરી પણ સાક્ષીને પોતાનો નિર્ણય બદલવાની સલાહ આપવામાં આવી રહી છે. ઘણા કહી રહ્યા છે કે, બાપનો પ્રેમ શું હોય તે સાક્ષી તુ ન જાણી શકી. જો કે સાક્ષીને આ કોમેન્ટ્સથી કોઇ ખાસ ફરક પડી રહ્યો નથી. પરંતુ તેને જીવનુ જોખમ હોવાના કારણે પોલીસ તેને પૂરતી સુરક્ષા આપી રહી છે. ત્યારે હવે જોવાનું રહેશે કે આ પ્રેમ કહાનીનો કોઇ ફિલ્મી અંદાજમાં અંત આવશે કે પછી….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.