Interesting/ વરસાદમાં ગ્રાઉન્ડ સ્ટાફની મદદ કરવા દોડી મહિલા ખેલાડી, જુઓ Video

વુમન્સ નેશનલ ક્રિકેટ લીગ 2021-22 (મહિલા નેશનલ ક્રિકેટ લીગ સીઝન), ઓસ્ટ્રેલિયાની સ્થાનિક મહિલા ક્રિકેટ ટૂર્નામેન્ટ દરમિયાન, કંઈક એવું બન્યું જેણે ચાહકોનાં દિલ જીતી લીધા હતા.

Sports
મહિલા પહોંચી ગ્રાઉન્ડ પર

વુમન્સ નેશનલ ક્રિકેટ લીગ 2021-22 (મહિલા નેશનલ ક્રિકેટ લીગ સીઝન), ઓસ્ટ્રેલિયાની સ્થાનિક મહિલા ક્રિકેટ ટૂર્નામેન્ટ દરમિયાન, કંઈક એવું બન્યું જેણે ચાહકોનાં દિલ જીતી લીધા હતા.

આ પણ વાંચો – Cricket / ચાર ખેલાડીઓ કોરોના પોઝિટિવ હોવાના કારણે આ ટીમનો અમેરિકા અને કેરેબિયન પ્રવાસ પર ખતરો

આપને જણાવી દઇએ કે, રવિવારે મેલબોર્નમાં વિક્ટોરિયા મહિલા અને ન્યૂ સાઉથ વેલ્સ મહિલા ટીમ વચ્ચેની મેચ દરમિયાન અચાનક વરસાદ પડ્યો હતો. મેચ દરમિયાન વરસાદ પડવાની સાથે જ અહી હાજર ગ્રાઉન્ડ સ્ટાફે પીચને કવર કરવા માટે ઝડપથી કવર લાવવાનું શરૂ કર્યું, પરંતુ પવન એટલો જોરદાર હતો કે ગ્રાઉન્ડ સ્ટાફ તેમના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા પછી પણ પિચ પર ઝડપથી કવર લાવવામાં અસમર્થ જણાતો હતો. આવી સ્થિતિમાં, વિક્ટોરિયા મહિલા ટીમની કેપ્ટન એલિસ પેરી અને ન્યૂ સાઉથ વેલ્સ ટીમનાં કેટલાક ખેલાડીઓ મેદાન તરફ દોડ્યા અને ગ્રાઉન્ડ સ્ટાફને પિચને સારી રીતે કવર કરવામાં મદદ કરી હતી. પિચને કવર કરવા માટે, એલિસ પેરી પણ પિચ પર સૂતી જોવા મળે છે જેથી પવન દ્વારા પિચ પરથી કવર હટી ન જાય. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, મેચ જોવા આવેલા દર્શકોએ પણ ખેલાડીઓની આ ઉદારતા જોઈને બધાને માન આપતા તાળીઓ પાડી હતી. સોશિયલ મીડિયા પર પણ આ વીડિયો જોઈને ફેન્સ ખેલાડીઓને આવું કામ કરવા બદલ અભિનંદન આપી રહ્યા છે.

આ પણ વાંચો – હરાજી / આર્જેન્ટિનાના મહાન ફૂટબોલ ખેલાડી મેરાડોનાની લક્ઝરી કાર સહિતની સંપત્તિની આજે હરાજી કરવામાં આવશે…

કાલની ફાઈનલ માટે વિકેટ બચાવવા માટે ખેલાડીઓનું શાનદાર કામ.’ જેણે પણ આ વીડિયો જોયો છે, તે બધાએ મહિલા ખેલાડીઓનાં આ કામને શાનદાર ગણાવ્યું છે. આપને જણાવી દઈએ કે, મેચમાં ન્યૂ સાઉથ વેલ્સની ટીમે પ્રથમ બેટિંગ કરતા 46 ઓવરમાં 7 વિકેટે 300 રન બનાવ્યા હતા, જેમાં ફોબે લિચફિલ્ડે 88 રન બનાવ્યા હતા.