Bangalore/ મહિલા સીઈઓ સુચના અને તેનો પતિ પોલીસ સ્ટેશનમાં ભટકાઈ ગયા

બેંગ્લોરની સીઈઓ સુચના શેઠ અને તેનો પતિ વેંકટ રમન 13 જાન્યુઆરીએ કૈલગુટ પોલીસ સ્ટેશનમાં આમને સામને આવી ગયા હતા. સુચના અને તેના પતિએ એકબીજાને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

India Top Stories
મહિલા સીઈઓ

@નિકુંજ પટેલ

બેંગ્લોરની સીઈઓ સુચના શેઠ અને તેનો પતિ વેંકટ રમન 13 જાન્યુઆરીએ કૈલગુટ પોલીસ સ્ટેશનમાં આમને સામને આવી ગયા હતા. સુચના અને તેના પતિએ એકબીજાને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પોલીસે તેમને 15 મિનીટ મળવાની સંમત્તિ આપી હતી.દરમિયાન સુચનાએ કહ્યું હતું કે જ્યાં સુધી હું પોલીસ કસ્ટડીમાં છું ત્યાં સુધી તમે આઝાદ છો. તમારા કારણે આજે મારી હાલત આ થઈ છે. સુચનાએ 4 વર્ષના દિકરાની હત્યાના આરોપને પણ નકારી કાઢ્યો હતો. પતિ વેંકટે પણ પોતાની ભડાશ કાઢતા કહ્યું કે તેં બાળકને માર્યો નથી તો તેનું મોત કેવી રીતે થયું.

વેંકટ રમન પોતાનું નિવેદન નોંધાવવા માટે પોતાના વકીલ સાથે કૈલગુટ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. દિકરાની હત્યા વખતે તે ઈન્ડોનેશિયામાં હતો. પોલીસ તરફથી દિકરાની હત્યાની જાણ થતા તે 9 જાન્યુઆરીએ ભારત આવ્યો હતો. બાદમાં તેણે 10 જાન્યુઆરીના રોજ બેંગ્લોરમાં દિકરાના અંતિમ સંસ્કાર કર્યા હતા.

પોલીસે સુચના શેઠના નિવેદનને આધારે 12 જાન્યુઆરીના રોજ દોઢ કલાક સુધી ક્રાઈમ સીનનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. સુચનાના પતિ વેંકટ રમનના વકીલ અજહર મીરે 13 જાન્યુઆરીના રોજ મિડીયા સાથે વાત કરી હતી. જેમાં તેણે કહ્યું હતું કે દંપત્તી વચ્ચે છેલ્લા એક વર્ષથી બંગ્લોરની એક ફેમિલી કોર્ટમાં બાળકની કસ્ટડી માટેનો વિવાદ ચાલી રહ્યો હતો. કોર્ટે પિતાને બાળક સાથે ફોન કે વિડીયો કોલ દ્વારા વાત કરવાની મંજુરી આપી હતી. કોર્ટે પિતાને દર રવિવારે દિકરાને મળવાની મંજુરી આપી હતી. જોકે સુચના પતિ બાળકને મળે તે મંજુર ન હતું. 7 જાન્યુઆરીએ વેંકટ દિકરાને મળવાનો હતો. તે સુચનાના ઘરે ગયો હતો પણ તેને બાળકને મળવા દેવાયો ન હતો.

વકીલ મજહરનું કહેવું છે કે વેંકટ રમન પોતાના દિકરા માટે જીવ પણ આપી શકતો હતો. તેને પોતાના દિકરા માટે ન્યાય નથી જોઈતો કારણકે પુત્ર હવે આ દુનિયામાં નથી. સુચનાને સજા થાય કે જામીન મળે તેનાથી કમનને કોઈ ફરક નહી પડે.

સુચનાએ ગોવાની એક હોટેલમાં દિકરાની હત્યા કરી હોવાનો તેની પર આરોપ છે. બાદમાં દિકરાની લાશ કારમાં લઈને રવાના થઈ ગઈ હતી. પરંતુ કારના ડ્રાઈવરની સમયસુચકતાને કારણે સુચના ઝડપાઈ ગઈ હતી અને પોલીસે બાળકનો મૃતદેહ કબજે કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Bangalore/મહિલા સીઈઓએ પોલીસને બતાવ્યું કેવી રીતે દિકરાની લાશ સુટકેશમાં રાખી

આ પણ વાંચો:Bangalore/પતિ બાળકને મળે એ સહન થતું ન હતું, મહિલાના રૂમમાંથી મળેલો પત્ર

આ પણ વાંચો:બેંગ્લોર/ટેક્સી ડ્રાઈવરની સમયસુચકતાને કારણે બેંગ્લોરની સીઈઓ જેલ હવાલે થઈ

આ પણ વાંચો:Bangalore/બેંગ્લોરની મહિલા સીઈઓએ પોતાના દિકરાને કફ સિરપનો હેવી ડોઝ આપ્યો હતો