Not Set/ રાજ્યમાં ઉતારયણના તહેવારની ધામધૂમથી ઉજવણી, કાય પો છે, નાદ સાથે પતંગનું આકાશી યુદ્ધ શરૂ

અમદાવાદઃ ઉતરાયણનો સવારથી રંગેચંગે પ્રરંબ લોકો વહેવી સવારથી ધાબા પર ચડી ગયા છે. ઉત્તરાયણના દિવસે ગુજરાતમાં નાના બાળકોની માંડીને મોટેરા તેમજ મહિલાઓ પણ ઘરના ધાબા કે અગાસી પર ચડીને પતંગ ચગાવવાની મોજ માણે છે. યુવાનો ધાબા પર કે અગાસી પર ડીજેના તાલે પતંગ ચગાવીને ડાન્સ પાર્ટી, ચીક્કી પાર્ટી, શેરડી પાર્ટી, અને ઊંધીંયા-જલેબીની પાર્ટી પણ ધાબે જ […]

Gujarat
happy uttarayan hd wallpaper રાજ્યમાં ઉતારયણના તહેવારની ધામધૂમથી ઉજવણી, કાય પો છે, નાદ સાથે પતંગનું આકાશી યુદ્ધ શરૂ

અમદાવાદઃ ઉતરાયણનો સવારથી રંગેચંગે પ્રરંબ લોકો વહેવી સવારથી ધાબા પર ચડી ગયા છે. ઉત્તરાયણના દિવસે ગુજરાતમાં નાના બાળકોની માંડીને મોટેરા તેમજ મહિલાઓ પણ ઘરના ધાબા કે અગાસી પર ચડીને પતંગ ચગાવવાની મોજ માણે છે. યુવાનો ધાબા પર કે અગાસી પર ડીજેના તાલે પતંગ ચગાવીને ડાન્સ પાર્ટી, ચીક્કી પાર્ટી, શેરડી પાર્ટી, અને ઊંધીંયા-જલેબીની પાર્ટી પણ ધાબે જ કરે છે. પરિવારજનો અને સગાસંબધીઓ સાથે મળીને ઉત્તરાયણના પર્વને માણે છે. કેટલાક સ્થળે તો પતંગ ચગાવવાની હરિફાઈ પણ યોજાય છે. પતંગ કપાય ત્યારે હો કાટ્ટા…. ની બુમો… પતંગ કપાઈને આવે તો હે આવ્યો…. ની બુમો સંભળાય છે. ટૂંકમાં બાળકોથી માંડીને યુવાનો અને વયોવૃધ્ધ લોકો આ તહેવારને મન મુકીને માણે છે.

ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવાની સાથે લોકો તલપાપડી, બોર, શેરડી, તલ અને સીંગની ચીક્કી, ઊંધીયું-જલેબીની જયાફત ઉડાવે છે. આખો દિવસ પતંગ ચગાવવાના રાત પડે એટલે પતંગની સાથે તુક્કલ ચડાવવાની… રંગબેરંગી તુક્કલોથી આકાશ પણ રંગબેરંગી બની જાય છે. લોકો રાત્રે દારૂખોનું ફોડીને મઝા માણે છે.