Not Set/ જાણો, મર્યાદા પુરુષોત્‍તમ શ્રી રામજીના જન્મ અને રામ નવમી વિશે

રામ નવમી એટલે કે મર્યાદા પુરુષોત્‍તમ શ્રી રામજીનો જન્મ દિવસ આ દિવસને રામ નવમી તરીકે મનાવવામાં આવે છે અને આજે એટલે 25 માર્ચ 2018 ના દિવસે રામ નવમીની  ઉજવવા કરવામાં આવી રહી છે. હિન્દુ માટે આ તહેવાર ઘણો મહત્વનો ગણવામાં આવે છે. શાસ્ત્રોના અનુસાર આજને દિવસે શ્રી રામજીનો જન્મ થયો હતો જેના કારણે આ તહેવારને […]

Navratri 2022
ram જાણો, મર્યાદા પુરુષોત્‍તમ શ્રી રામજીના જન્મ અને રામ નવમી વિશે

રામ નવમી એટલે કે મર્યાદા પુરુષોત્‍તમ શ્રી રામજીનો જન્મ દિવસ આ દિવસને રામ નવમી તરીકે મનાવવામાં આવે છે અને આજે એટલે 25 માર્ચ 2018 ના દિવસે રામ નવમીની  ઉજવવા કરવામાં આવી રહી છે. હિન્દુ માટે આ તહેવાર ઘણો મહત્વનો ગણવામાં આવે છે.

Image result for રામ નવમી

શાસ્ત્રોના અનુસાર આજને દિવસે શ્રી રામજીનો જન્મ થયો હતો જેના કારણે આ તહેવારને લોકો દ્રારા ખુબજ ધામધૂમથી ઉજવવામાં આવે છે. શ્રી રામને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. હિન્દુ ગ્રંથોના અનુસાર ત્રેતાયુગમાં જયારે રાવણનો અત્યાચારો વધતા રહ્યા હતા ત્યારે તેને સમાપ્ત કરવા માટે અને પુન: ધર્મની સ્થાપના હેતુ વિષ્ણુ ભગવાને ધરતી પર માનવ અવતાર શ્રી રામ રૂપે જન્મ લીધો હતો.

Image result for રામ નવમી

રામ નવમી સામાન્ય રીતે માર્ચ અથવા એપ્રિલ મહિનામાં ઉજવવામાં આવે છે. હિન્દુ કૅલેન્ડર પ્રમાણે ચૈત્રી નવરાત્રીના નવમાં દિવસે રામ નવમી મનાવવામાં આવે છે અને આ વખતે રામ નવમી અને દુર્ગાપૂજા સાથે કરવામાં આવશે.

 

Related image

આ તહેવારને ઉજવણી દેશભરમાં કરવામાં આવે છે પરંતુ આ જ તહેવારની ઉજવણી ઉત્તર ભારતમાં વિશેષ રીતે કરવામાં આવે છે ઉત્તર ભારતના અયોધ્યામાં ભવ્ય ઉત્સવ સાથે ઉજવણી કરવામાં આવ છે કેમ કે અયોધ્યા શ્રી રામજીની જન્મભૂમિ છે.

Image result for રામ નવમી

આ દિવસે રામજીના મંદિરમાં પૂજાપાઠ અને ભજન-કીર્તનનું આયોજન રાખવામાં આવે છે સાથે સાથે નાના બાળકોને રામ સિતાની જોડી બનાવીને રથ પણ નીકળે છે. રામ નવમીના દિવસે લોકો ઉપવાસ કરીને ભગવાન રામના જન્મ દિવસની ઉજવણી કરે છે અને સૂર્યાસ્ત બાદ જમે છે

Related image

આ દિવસે મર્યાદા પુરુષોત્‍તમ શ્રી રામજીને પંચામૃત નો પ્રસાદ ભોગ રૂપે ચડાવવામાં આવે છે સાથે સાથે શ્રી ખંડઅ, ખીર અને હળવો પણ પ્રસાદ રૂપે ચડાવવામાં આવે છે.