Not Set/ પલસાણામાં સોમ્યા મિલમાં ભીષણ આગ, ત્રણ યુવકોના કરૂણ મોત

આજે વહેલી સવારે પલસાણા ખાતે આવેલ સોમ્યા ડાઇંગ મિલમાં અચાનક આગ ફાટી નીકળી હતી. મિલમાં યાન હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું.

Gujarat Surat
પલસાણામાં
  • સુરતનાં પલસાણામાં શોટસર્કિટને કારણે આગ
  • સોમ્યા પ્રોસેસર્સ મિલમાં લાગેલી આગ કાબૂમાં
  • વહેલી સવારે 3 વાગ્યે લાગી હતી આગ
  • ડાઇંગ અને પ્રિન્ટિંગ મિલ હોવાથી આગ વિકરાળ

સુરતના અવાર-નવાર આગની ઘટના સામે આવતી રહે છે. સુરતના પલસાણામાં મિલમાં લાગેલી આગમાં ત્રણ શ્રમિકોનાં મોત થયા છે. મિલમાં ફર્નિચરનુ કામ કરતા શ્રમિકો સવારથી લાપતા હતા.જેની શોધખોળ કરતા કલાકોની જહેમત બાદ ત્રણેયના મૃતદેહ મળ્યા હતા આપને જણાવી દઈએ કે, આજે વહેલી સવારે પલસાણા ખાતે આવેલ સોમ્યા ડાઇંગ મિલમાં અચાનક આગ ફાટી નીકળી હતી. મિલમાં યાન હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. મિલમાં રહેલા બે ગેસના બાટલા ધડાકા સાથે ફાટતા દોડધામ મચી જવા પામી હતી.ઘટનાની જાણ થતાં સુરત તેમજ પલસાણા સહિતની બારડોલી ફાયર ટિમ ઘટના સ્થળે પહોંચી હતી.અને આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો.

આ પણ વાંચો :અસલાલી પાસેથી મળ્યા બે મૃતદેહ, એક ઝાડ પર લટકતો તો બીજો તળાવમાંથી મળતા ચકચાર

પલસાણામાં મિલમાં મોટી સંખ્યામાં કામદારો હાજર હતા જેમાં લાકડાનું કામ કરનારા 3 કામદારો ફસાયા હોવાનો પરિવાર તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે. આ કામદારો રાજસ્થાની છે અને મિલમાં ફર્નિચરનું કામ કરવા માટે આવ્યા હતા. આગ લાગતા કામદારોએ તેમના પરિવારને જાણ કરી હતી પરંતુ હાલ ત્રણેય કામદારો લાપતા હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે.

ઓફિસમાં મિસ્ત્રી કામ માટે રાજસ્થાનથી આવેલા ત્રણ  કારીગરો રાત્રીના સમયે સુતા હતા. તેઓ ગુમ થયા હોવાની વિગતો સાંપડી છે. ઓફીસમાં ફર્નિચરનું કામ ચાલતું હોય તેઓ ત્યાં રહેતા હતા અને ઓફિસમાં સુતા હતા. ફાયરની ટીમે આગ બુઝાવવાની સાથે સાથે ગુમ થયેલા ત્રણેયની શોધખોળ આદરી છે. કિશન સુથાર, જગદીશ સુથાર અને પ્રવીણ સુથાર નામના કામદારો ગુમ થઈ જતા વહીવટી તંત્ર પણ સતર્ક થઈ ગયું છે.

ફાયર ઓફિસર વિજયકાંત ત્રિવેદીએ જણાવ્યું કે, સોમીયા પ્રોસેસિંગ મિલમાં કલર બનવવાનું કામ ખૂબ મોટા પાયે થાય છે. બોઈલરની આસપાસ આગ લાગ્યા બાદ પસરી હોવાનું જાણવા મળ્યું છે.અમને કોલ મળતાની સાથે જ ટીમ અહીં આવીને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કરી દીધો હતો.

મૃતકોના નામ

  • પ્રવીણભાઈ (17 વર્ષ)
  • જગદીશભાઈ (20 વર્ષ) 
  • કનૈયાલાલ  (27 વર્ષ)

આ પણ વાંચો :ગુજરાતમાં દેશી જુગાડ ખેડૂતો માટે બન્યો ઉપયોગી, બુલેટ માંથી બનાવાયુ સનેડો ટ્રેકટર

સુરત હીરા બાગ ખાતે મંગળવારે રાતે ખાનગી બસમાં આગ લાગવાની ઘટના બની હતી.  આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.  તમામ મુસાફરોને સલામત નીચે ઉતારાયા હતા. ખાનગી બસમાં આગ લાગવાથી 2 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં જે યુવતીનું મોત થયું તે ગોઆમાં મેરેજ એનવર્સરી મનાવીને પરત આવી રહી હતી. મૃતક તાન્યા અને પતિ વિશાલ જે સીટ પર બેઠા હતા. તેની જ નીચે બ્લાસ્ટ થયો હતો.

જે બસનો અકસ્માત થયો તે રાજધાની ટ્રાવેલ્સ ભાવનગર આવી રહી હતી. જેમાં લગ્નની બીજી મેરેજ એનવર્સરી ઉજવીને સુરતથી ભાવનગર આવતા દંપતીનો માળો વિખેરાઇ ગયો હતો. ભાવનગરના વિશાલ અને પત્ની તાન્યાને લગ્નના બે વર્ષ પૂરા થતાં તેઓ ગોઆ ફરવા ગયા હતા.

આ પણ વાંચો :આણંદના ઠક્કર ખમણવાળાની પત્નીનો બાથરૂમમાંથી મળ્યો મૃતદેહ, ભાઈએ જતવી હત્યાની આશંકા

આ પણ વાંચો :કામરેજ પાસે શિકારની શોધમાં નીકળ્યા 2 દીપડા, ટ્રકની અડફેટે આવતા નિપજ્યું મોત

આ પણ વાંચો :મોરબીના રાજપર પાસે વીજપોલ સાથે કાર અથડાતા 3 લોકોનાં મોત