FIRE ACCIDENT/ નોઈડામાં AC ફાટતા લાગી ભીષણ આગ, લોટસ બુલેવાર્ડ સોસાયટીના અનેક ફલેટ આગની લપેટમાં

નોઈડામાં AC ફાટવાને કારણે ભીષણ આગ લાગવાની દુર્ઘટના બની. ભીષણ આગે અન્ય ફ્લેટોને પણ લપેટમાં લીધા છે.

Top Stories India Breaking News
Beginners guide to 2024 05 30T131400.712 નોઈડામાં AC ફાટતા લાગી ભીષણ આગ, લોટસ બુલેવાર્ડ સોસાયટીના અનેક ફલેટ આગની લપેટમાં

દિલ્હી : નોઈડામાં AC ફાટવાને કારણે ભીષણ આગ લાગવાની દુર્ઘટના બની. એસી બોમ્બની જેમ ફાટ્યું અને તણખાને કારણે ઘરમાં આગ લાગી. ભીષણ આગએ અન્ય ફ્લેટોને પણ લપેટમાં લીધા છે. આ અકસ્માત સેક્ટર 100ની લોટસ બુલેવાર્ડ સોસાયટીમાં થયો હતો. AC વિસ્ફોટ અને ભીષણ આગના કારણે સોસાયટીમાં ખળભળાટ મચી ગયો હતો. આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. સોસાયટીના લોકો તેમના ફ્લેટમાંથી બહાર આવીને મેદાનમાં આવ્યા હતા. ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.

નોઈડામાં સેક્ટર 100માં આવેલી લોટસ બુલેવાર્ડ સોસાયટીમાં ગુરુવારે સવારે શોર્ટ સર્કિટના કારણે એસીમાં વિસ્ફોટ થતાં બહુમાળી બિલ્ડિંગના 12મા માળે આવેલા ફ્લેટમાં આગ લાગી હતી. આગ દરમિયાન, સલામતી માટે અને સાવચેતીના પગલા તરીકે આસપાસના ફ્લેટને ખાલી કરાવવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આગની માહિતી મળતાની સાથે જ સેક્ટર-39 કોતવાલી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. 12માં માળે આગ લાગી હતી, જેને 2 કલાકની મહેનત બાદ કાબુમાં લેવામાં આવી હતી, ભીષણ આગના કારણે સમગ્ર ટાવર ધુમાડાથી ભરાઈ ગયો હોવાથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.

ફાયર બ્રિગેડના જવાનોએ જણાવ્યું કે આગને કારણે કોઈ આર્થિક નુકસાન થયું નથી, કોઈ જાનહાનિના સમાચાર નથી. એસી ફાટવાને કારણે આગ લાગી હતી અને લોકોએ હિંમત એકઠી કરીને પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવી હતી. આગની જ્વાળાઓ જોઈ લોકો ગભરાઈ ગયા હતા. સોસાયટીના ટાવરમાં ભીષણ આગ લાગી હતી અને ત્યારબાદ આખો ટાવર ધુમાડામાં લપેટાઈ ગયો હતો. આગની ઘટના બાદ સોસાયટીમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. વિસ્ફોટનો અવાજ સાંભળીને બાકીના લોકો નીચે દોડી ગયા હતા. સોસાયટીના રહીશોએ એકબીજાને મદદ કરી મહિલાઓ અને બાળકોને બહાર કાઢ્યા હતા.

જણાવી દઈએ કે બુધવારે પણ AC વિસ્ફોટના કારણે ભીષણ આગ લાગી હતી. ગાઝિયાબાદના ઈન્દિરાપુરમ વિસ્તારમાં એક 3 માળની ઈમારતમાં AC વિસ્ફોટના કારણે આગ લાગી હતી. આગ બીજા માળે લાગી હતી અને વિસ્ફોટ એટલો ભયંકર હતો કે તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો. આખી ઈમારત ધુમાડાથી ભરાઈ ગઈ હતી અને લોકો ઘરની બહાર આવી ગયા હતા. ફાયર બ્રિગેડની ગાડીઓએ એક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: IRDAI હેલ્થ ઇન્સ્યોરન્સ મામલે લીધો મહત્વનો નિર્ણય, 1 કલાકમાં જ આપવી પડશે કેશલેસ ટ્રીટમેન્ટની મંજૂરી

આ પણ વાંચો: કોણ છે અનન્યા સોની જેને વિકિપીડિયાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ગણાવી પત્ની?

આ પણ વાંચો: લો બોલો ! દિલ્હીમાં રેકોર્ડ તોડ 52.9 ડિગ્રી તાપમાન ‘સેન્સરની ભૂલ’ ?