વિધાનસભા ચૂંટણી/ બંગાળમાં અંતિમ તબક્કાનું મતદાન શરૂ, PM મોદીએ લોકોને મતદાન કરવા કરી અપીલ

આજે ગુરુવારે 29 એપ્રિલનાં રોજ પશ્ચિમ બંગાળમાં કોરોના વાયરસનાં સંક્રમણ વચ્ચે ચૂંટણીનો આઠમો અને અંતિમ તબક્કો યોજાઈ રહ્યો છે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઈ છે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. 35 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે.

Top Stories India
123 177 બંગાળમાં અંતિમ તબક્કાનું મતદાન શરૂ, PM મોદીએ લોકોને મતદાન કરવા કરી અપીલ

આજે ગુરુવારે 29 એપ્રિલનાં રોજ પશ્ચિમ બંગાળમાં કોરોના વાયરસનાં સંક્રમણ વચ્ચે ચૂંટણીનો આઠમો અને અંતિમ તબક્કો યોજાઈ રહ્યો છે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઈ છે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. 35 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે.

આપને જણાવી દઇએ કે, મતદાન શરૂ થવાની સાથે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે, કોરોના વાયરસ પ્રોટોકોલનું પાલન કરીને લોકશાહીનાં તહેવારમાં ભાગ લેવો જોઈએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનાં અંતિમ તબક્કા માટે ચાલી રહેલા મતદાનમાં લોકોને પોતાનો મત આપવાની અપીલ કરી છે, પરંતુ એમ પણ કહ્યું છે કે કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ બંગાળી ભાષામાં મત આપવા અપીલ કરી છે.

જવાબદાર કોણ ? / તૃણમૂલના ઉમેદવારની પત્નીએ ચૂંટણી પંચ પર હત્યાનો કેસ નોંધાવ્યો, પતિનું કોરોનાથી થયું હતું મોત 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું કે, આજે પશ્ચિમ બંગાળમાં 2021 ની ચૂંટણીનો છેલ્લો તબક્કો છે. હું લોકોને અપીલ કરું છું કે કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરતા તેઓ પોતાનો મત આપે. હું લોકોને વિનંતી કરું છું કે તેઓ પોતાનો મત આપે અને લોકશાહીનાં તહેવારને સમૃદ્ધ બનાવે.”

રાહતનો શ્વાસ / PM કેર ફંડ માંથી જે 1 લાખ ઓક્સિજન કંસંટ્રેટર ખરીદવામાં આવશે જાણો તે છે શું ?

આ સાથે જ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વિટ કરીને કહ્યું કે, બંગાળમાં આજે આઠમાં તબક્કાની ચૂંટણી છે. હું આ તબક્કાનાં તમામ મતદારોને છેલ્લા સાત તબક્કાની ચૂંટણીની જેમ બંગાળમાં પણ વિકાસ અને સુશાસન સુનિશ્ચિત કરવા ભારે ઉત્સાહથી મતદાન કરવા અપીલ કરું છું.”

Untitled 46 બંગાળમાં અંતિમ તબક્કાનું મતદાન શરૂ, PM મોદીએ લોકોને મતદાન કરવા કરી અપીલ