New Delhi/ નાણામંત્રી નિર્મલા સીતારમણ દિલ્હી AIIMSમાં દાખલ

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ (63)ને સોમવારે દિલ્હી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સીતારામનને હોસ્પિટલના પ્રાઈવેટ વોર્ડમાં રાખવામાં આવ્યા.જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તેમને શું પ્રોબ્લેમ છે

Top Stories India
સીતારમણ

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ (63)ને સોમવારે દિલ્હી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સીતારામનને હોસ્પિટલના પ્રાઈવેટ વોર્ડમાં રાખવામાં આવ્યા.જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તેમને શું પ્રોબ્લેમ છે તેની જાણકારી સામે આવી નથી. બપોરે 12 વાગ્યાની આસપાસ સીતારમણને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.અહેવાલ છે કે 63 વર્ષીય કેન્દ્રીય મંત્રીને AIIMSના ખાનગી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં, સીતારમણના સ્વાસ્થ્યને લગતી માહિતી મંત્રાલય અથવા હોસ્પિટલ દ્વારા શેર કરવામાં આવી નથી. સંસદના શિયાળુ સત્ર દરમિયાન પણ તે ગૃહમાં સક્રિય જોવા મળી હતી. બુધવારે જ તેમણે કોર્પોરેટ સેક્ટરને ટેક્સમાં રાહત આપવાની નીતિનો બચાવ કર્યો હતો.

સીતારામને શનિવારે ‘તમિલનાડુ ડો. એમજીઆર મેડિકલ યુનિવર્સિટી’ના 35મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે બોલતા, તેમણે કહ્યું કે કોવિડ કેસોમાં કોઈપણ વધારાનો સામનો કરવા માટે દેશ ‘સારી સ્થિતિમાં’ છે. નાણામંત્રીએ કહ્યું, ‘હું અહીં તમિલનાડુમાં સ્વાસ્થ્ય મંત્રીની સામે કહી રહી છું. તબીબી શિક્ષણને ચોક્કસપણે મજબૂત કરવાની જરૂર છે અને મને લાગે છે કે જો તમિલમાં તબીબી શિક્ષણ આપવામાં આવે તો આ પ્રાપ્ત કરી શકાય છે.

આ પણ વાંચો:તુનિષાના બોયફ્રેન્ડે પોલીસ સમક્ષ બ્રેકઅપ અંગે કર્યો આ ખુલાસો,જાણો

આ પણ વાંચો:મહિલાએ સગીર છોકરાનું યૌન શોષણ કર્યું, ઉઠાવીને પ્રયાગરાજ લઈ ગઈ

આ પણ વાંચો:ચીની સેનાએ તાઇવાન સરહદ પર 71 એરક્રાફટ અને 7 જહોજો મોકલતા તણાવભરી સ્થિતિ