Not Set/ AAP ની જીત પર કોંગ્રેસ કેમ દેખાઇ રહી છે ખુશ, જાણો

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં શાસક પક્ષ ‘આપ’ ફરી એકવાર પરત ફરી છે, અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટીએ 62 બેઠકો પર વિજય મેળવ્યો છે, જ્યારે ભાજપને માત્ર 8 બેઠકો પર સંતોષ કરવો પડ્યો છે અને આ વખતે પણ તેમનો 27 વર્ષનો દુકાળ દિલ્હીમાં સમાપ્ત થયો નથી, જ્યારે કોંગ્રેસનું ખાતું એકવાર ફરી ખુલ્યું નથી, 2015 માં પણ […]

Top Stories India
kejriwal 72 AAP ની જીત પર કોંગ્રેસ કેમ દેખાઇ રહી છે ખુશ, જાણો

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં શાસક પક્ષ ‘આપ’ ફરી એકવાર પરત ફરી છે, અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટીએ 62 બેઠકો પર વિજય મેળવ્યો છે, જ્યારે ભાજપને માત્ર 8 બેઠકો પર સંતોષ કરવો પડ્યો છે અને આ વખતે પણ તેમનો 27 વર્ષનો દુકાળ દિલ્હીમાં સમાપ્ત થયો નથી, જ્યારે કોંગ્રેસનું ખાતું એકવાર ફરી ખુલ્યું નથી, 2015 માં પણ તેમને બેઠક મળી નહોતી અને આ વખતે પણ તેમને શૂન્યનો ચહેરો દેખવો પડ્યો છે.

આજે દેશની સૌથી જૂની પાર્ટી ભાજપનાં પરાજયની ઉજવણી કરી રહી છે અને તેની હારથી નિરાશ થવાની જગ્યાએ આપ પાર્ટીની જીતની ઉજવણી કરી રહી છે, કોંગ્રેસનાં નેતાઓએ ચૂંટણીનાં પરિણામો બાદ આપ પાર્ટીની જીત પર જે રીતે ખુશી વ્યક્ત કરી છે તે જોયા બાદ લોકો પણ આશ્ચર્યચકિત રહી ગયા છે. મતદાનની ટકાવારી પર નજર કરીએ તો સ્પષ્ટ થઈ જશે કે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 53 ટકા અને ભાજપને 38 ટકા મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસને માત્ર 4 ટકા જ મત મળ્યા છે, જે ખૂબ જ શરમજનક આંકડો છે. પરંતુ તેમ છતાં, કોંગ્રેસની છાવણીમાં એક અલગ જ પ્રકારની શાંતિ નજરે ચઢી રહી છે કારણ કે આ ચૂંટણીમાં કોંગ્રેસનાં સમગ્ર મત ભાજપની જગ્યાએ આપ પાર્ટીમાં ગયા છે. લોકસભા સમયે તમામ સાત બેઠકો જીતનાર ભાજપને માત્ર 8 બેઠકો મળી શકી છે. આ કારણે કોંગ્રેસ શરમજનક હાર પર રડવાની જગ્યા ભાજપની હારની ઉજવણી કરી રહ્યુ છે.

જણાવી દઇએ કે, કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓએ આમ આદમી પાર્ટીનાં વડા અરવિંદ કેજરીવાલની પ્રશંસા કરતાં વિજયની શુભકામનાઓ કરી છે, જે એક આશ્ચર્યજનક બાબત છે. કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે ટિ્‌વટ કર્યું છે, ‘યાદ રાખો, જ્યારે દિલ્હીમાં મતદાન થયુ હતું, ત્યારે મતદારો જે દેશનાં લાખો મલયાલી, તમિલ, તેલુગુ, બંગાળી, ગુજરાતી અને અન્ય રાજ્યોએ મત આપ્યો હતો ત્યારબાદ તેઓ જે રાજ્યોમાંથી આવ્યા હતા તેના મત, પછી દિલ્હીનો મત, વિપક્ષનાં આત્મવિશ્વાસને વધારવા માટે એક બૂસ્ટર છે કે ભાજપને દરેક રાજ્યમાં પરાજિત કરી શકાય છે. દિલ્હીનાં મત રાજ્યનાં વિશિષ્ટ મત કરતા અખિલ ભારતીય મતની નજીક છે કારણ કે દિલ્હી એક મીની ઈન્ડિયા છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.