અહેવાલ/ ભારતના કેટલા સાસંદો અને ધારાસભ્યો પર ફોજદારી ગુનાઓ નોંધાયા છે એ જાણો

ADR રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2,495 સાંસદો અને ધારાસભ્યોમાંથી 363, લગભગ 15 ટકાએ એફિડેવિટમાં જાહેર કર્યું છે કે કાયદામાં સૂચિબદ્ધ ગુનાઓ હેઠળ અદાલતોએ તેમની સામે આરોપો ઘડ્યા છે

Top Stories
નેતાઓ ભારતના કેટલા સાસંદો અને ધારાસભ્યો પર ફોજદારી ગુનાઓ નોંધાયા છે એ જાણો

ભારતમાં અનેક દાગી નેતઓ છે પરતું તેમની સામે પૂરતા પુરાવા ના હોવાથી તે બચી જતાં હોય છે તેમની સામે અનેક ફરિયાદો મળતી હોય છે તે અનુસંધાનમાં  દેશના 363 સાંસદો અને ધારાસભ્યો ગંભીર ફોજદારી કેસોનો સામનો કરી રહ્યા છે. જો તેઓ આ કેસોમાં દોષિત સાબિત થાય છે, તો તેમને જન પ્રતિનિધિત્વ કાયદા હેઠળ અયોગ્ય ઠરાવી શકાય છે. તેમાં કેન્દ્રના 33 મંત્રીઓ અને કેટલાક રાજ્યોના મંત્રીઓ પણ આમા સમાવેશ થાય છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ પોતાના રિપોર્ટમાં ઉલ્લેખ કર્યો છે.

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને નેશનલ ઇલેક્શન વોચએ 2019 થી 2021 સુધી 542 લોકસભા સભ્યો અને 1,953 ધારાસભ્યોનાં સોગંદનામાઓનું વિશ્લેષણ કરીને આ નિષ્કર્ષ કાઢ્યું છે કે  આરોપ લાગ્યા હોય તેવા જનપ્રતિનિધિઓની મહત્તમ સંખ્યા 83 ભાજપની છે. તેમના  સાંસદો અને ધારાસભ્યોની સંખ્યા સૌથી વધુ છે. ત્યારબાદ કોંગ્રેસના 47 અને TMC ના 25 જનપ્રતિનિધિઓ કલંકિત છે.

ADR રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2,495 સાંસદો અને ધારાસભ્યોમાંથી 363, લગભગ 15 ટકાએ એફિડેવિટમાં જાહેર કર્યું છે કે કાયદામાં સૂચિબદ્ધ ગુનાઓ હેઠળ અદાલતોએ તેમની સામે આરોપો ઘડ્યા છે. આવા 296 ધારાસભ્યો અને 67 સાંસદો છે. હાલના 24 લોકસભા સભ્યો સામે કુલ 43 ફોજદારી કેસો પેન્ડિંગ છે. 111 સિટીંગ ધારાસભ્યો સામે કુલ 315 ફોજદારી કેસો 10 વર્ષ કે તેથી વધુ સમયથી પેન્ડિંગ છે. બિહારમાં આવા 54 ધારાસભ્યો છે જેઓ ગંભીર ફોજદારી કેસોનો સામનો કરી રહ્યા છે. આ પછી, કેરળના 42 ધારાસભ્યો પણ આવા જઘન્ય અપરાધોનો સામનો કરી રહ્યા છે.