Not Set/ જાણો, કેવી રહી કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલની જીવનની સફર

અહેમદ પટેલનો જન્મ 21 ઓગસ્ટ, 1949માં ગુજરાતના ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ મોહમ્મદ ઈશકજી પટેલ અન માતા હવાબેન મોહમ્મભાઈ હતું.

Mantavya Exclusive
a 338 જાણો, કેવી રહી કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલની જીવનની સફર

કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલની પ્રથમ પુણ્યતિથિ નિમિતે તેમના સેવાકાર્ય જીવંત રહે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.અહેમદ પટેલના મૂળ વતન ભરૂચના પિરામણ ખાતે ખાસ નિશુલ્ક દિવ્યાંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં દિવ્યાંગોને મદદ થઈ શકે તે પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં વ્હીલ ચેર, કૃત્રિમ પગ, અને કાનના મશીનનું વિતરણ કરવામાં આવશે.આ મેડિકલ કેમ્પમાં ભરૂચ સહિત આસપાસના વિસ્તારથી લોકો આવ્યા છે. ઉલ્લેખનિય છે કે અહેમદ પટેલની પ્રથમ પુષ્યતિથિ નિમિતે પ્રાથના સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોક સહિત ગુજરાત કોંગ્રેસના નેતાઓ હાજર રહેશે.

આ પણ વાંચો :રાજ્યમાં ધારાસભ્યો અને સાંસદોની સંખ્યામાં થશે વધારો, જાણો કયારથી લાગુ પડશે વધારો ..?

અહેમદ પટેલનો જન્મ 21 ઓગસ્ટ, 1949માં ગુજરાતના ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ મોહમ્મદ ઈશકજી પટેલ અન માતા હવાબેન મોહમ્મભાઈ હતું. એવું કહેવામાં આવે છે કે, તેમના પિતા કોંગ્રેસમાં હતા અને તેમના પિતાનો અનુભવ તેમને કામ લાગ્યો હતો.

a 338 જાણો, કેવી રહી કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલની જીવનની સફર

અહેમદ પટેલ રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા અને હાલમાં તેઓ રાજ્યસભાના સાંસદ હતા. અહેમદ પટેલ 2001થી કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજનૈતિક સલાહકાર રહ્યા હતા. તેઓ ગાંધી અને નહેરુ પરિવારની ખૂબ નજીકના સાથી રહ્યા છે.

અહેમદ પટેલ વિશે સાર્વજનિક તરીકે બહુ જ ઓછી માહિતી મળે છે. તેઓ ઈલેક્શનના સમયમાં જ મીડિયામાં દેખાતા, પરંતુ બહુ જ થોડા સમય માટે. અહેમદ પટેલે નગરપાલિકાના ચૂંટણીથી રાજનીતિની શરૂઆત કરી હતી. જોતજોતા તેઓ કોંગ્રેસ પાર્ટીના સર્વેસર્વા ઈન્દિરા ગાંધીની નજરમાં આવી ગયા. ઈન્દિરા ગાંધીની નજરમાં તેમનુ આવવું ખાસ બાબત બની રહી હતી. કેમ કે, 1977માં જે સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસની કારમી પરાજય થઈ હતી, તે ઈલેક્શનમાં અહેમદ પટેલ ભરૂચથી જીત્યા હતા. જ્યારે કે ખુદ ઈન્દિરા ગાંધી પણ હાર્યા હતા.

a 339 જાણો, કેવી રહી કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલની જીવનની સફર

આ પણ વાંચો :વાઇબ્રન્ટ ગુજરાતને લઈ સરકાર થઈ સક્રિય, CM ભુપેન્દ્ર પટેલની દિલ્હીમાં ઉદ્યોગપતિઓ-રાજદૂતો સાથે બેઠક

અહેમદ પટેલે આઠ વખત ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ ત્રણ વખત એટલે કે 1977, 1980 અને 1984માં લોકસભાના સાંસદ બન્યા હતા અને પાંચ વખત એટલે કે, 1993, 1999, 2005, 2011 અને 2017માં રાજ્યસભાના સાંસદ રહ્યા હતા. આ ઉપરાંત હાલમાં તેઓ રાજ્યસભાના સાંસદ પણ હતા. 9 ઓગસ્ટ, 2017ના રોજ રાજ્યસભાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં તેઓ ભાજપના ઉમેદવાર બળંવતસિંહ રાજપુતને હરાવીને જીત્યા હતા. 21 ઓગસ્ટ, 2018ના રોજ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ તેમને ઓલ ઈન્ડિયા કોંગ્રેસ પાર્ટીના ટ્રેઝરર તરીકે નિમ્યા હતા. 2004 અને 2009ની ચૂંટણીમાં કોંગ્રેસને સફળતા મળી હતી, તેનો શ્રેય અહેમદ પટેલને જાય છે. અહેમદ પટેલ કોંગ્રેસ પક્ષમાં અને ખાસ કરીને રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના ખૂબ જ વિશ્વાસુ હતા.

a 339 1 જાણો, કેવી રહી કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલની જીવનની સફર

અહેમદ પટેલ 1 ઓકટોબરે જાતે ટ્વીટ કરીને કોરોના પોઝિટિવ થયાની જાણકારી આપી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે, હું કોરોના સંક્રમિત થયો છું, જે લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તે તમામને આગ્રહ કરું છું કે તેઓ જાતે આઈસોલેટ થઈ જાય.

સોનિયા ગાંધીની આગેવાનીવાળી કોંગ્રેસમાં અહેમદ પટેલે પહેલાથી જ તાકાતવાર શખ્સિયત બન્યા હતા. સીતારામ યેચુરીના પાર્ટી અધ્યક્ષ પદ પર બની રહેવા દરમિયાન તેઓ પાર્ટીના કોષાધ્યક્ષ હતા. પરંતુ સોનિયા ગાંધીના પીએ વી જ્યોર્જ સાથે તકરાર બાદ વર્ષ 2000 માં તેઓએ એ પદ છોડ્યું હતું. જોકે, 2001માં સોનિયા ગાંધીએ તેઓને પોતાના રાજકીય સલાહકાર બનાવ્યા હતા અને ત્યારથી તેઓ સોનિયા ગાંધીના દરેક નિર્ણય પર સાથે રહ્યા હતા.

a 339 2 જાણો, કેવી રહી કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલની જીવનની સફર

આ પણ વાંચો :ટોરેન્ટ પાવરનું સર્ચ ઓપરેશન દરમિયાન પોળના લોકોએ કર્યો પથ્થરમારો, ટોરેન્ટના 4 અને 3 પોલીસ કર્મી ઘાયલ

આ પણ વાંચો :રાહુલ ગાંધીએ જાહેર કરેલા કોરોનામાં મોતના આંકડાથી ભડક્યું ભાજપ, જીતુ વાઘાણીએ કહ્યું…

આ પણ વાંચો :બિન અધિકૃત નદીની રેતી ભરેલ ડમ્પર અને હીટાચી સહિત રૂ 80 લાખ નો મુદ્દામાલ કબ્જે કરાયો