Atal Bridge/ 74 કરોડના બ્રીજ પર કોણે મારી પિચકારી..?

અમદવાદ Smart city માં સ્થાન પામ્યું છે. પરંતુ શહેરીજનો તેને સ્માર્ટ રાખે છે ખરા… હજી તો ગત સપ્તાહે પીએમ મોદીએ આ બ્રીજ લોકાર્પણ કર્યું અને પાનમસાલા ખાતા લોકોએ પિચકારી માટે મારીને બ્રીજની સુંદરતાને બગડી દીધો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. 

Mantavya Exclusive
અટલ બ્રીજ

ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પર બનેલા અમદાવાદ અટલ બ્રિજનું શનિવારે વડાપ્રધાન મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. આ સુંદર 300 મીટર લાંબો અટલ બ્રિજ જોઈને કોઈ માની જ ન શકે કે ભારતમાં આટલું અદ્ભુત આધુનિક આર્કિટેક્ચર હોઈ શકે છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર બનેલા આ બ્રીજને જોવા માટે હાલ અમદાવાદીઓ તૂટી પડ્યા છે. બ્રીજની સુંદરતા જોવા માટે હાલ અમદાવાદના ખૂણે-ખૂણેથી લોકો આવી રહ્યા છે. આમતો અમદવાદ Smart city માં સ્થાન પામ્યું છે. પરંતુ શહેરીજનો તેને સ્માર્ટ રાખે છે ખરા… હજી તો ગત સપ્તાહે પીએમ મોદીએ આ બ્રીજ લોકાર્પણ કર્યું અને પાનમસાલા ખાતા લોકોએ પિચકારી માટે મારીને બ્રીજની સુંદરતાને બગડી દીધો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

આપને જણાવી દઈએ કે, અટલ ફૂટ ઓવર બ્રીજ પર જવા માટે હવે મુલાકાતીઓએ ચાર્જ ચૂકવો પડશે. આવતીકાલથી અટલ બ્રિજ પર 3થી 12 વર્ષના બાળકો માટે અને 60 વર્ષથી ઉપરના સિનીયર સિટીઝન માટે પ્રવેશ ફી 15 રૂપિયા વસૂલાશે. તો 12 વર્ષથી 60 વર્ષના નાગરિકો માટે એક કલાકના 30 રૂપિયા ટિકિટ ચાર્જ વસૂલાશે.

અટલ બ્રીજ અને ફ્લાવર પાર્કની મુલાકાત માટે ફીના દર નક્કી કરાયા છે. બંને સ્થળે જવા માટે 3-12 વર્ષના બાળકોની એન્ટ્રી ફી 20 રૂપિયા નક્કી કરવામાં આવી છે.  દરેક મુલાકાતીએ માત્ર 30 મિનિટ અટલ બ્રીજની મુલાકાત કરવાની રહેશે.

આ ઉપરાંત ફેરિયાઓને અહીં પ્રવેશ આપવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.  મુલાકાતીઓ આ બ્રીજ પર રમતગમતના સાધનો લઈ જઇ શકશે નહીં. તાજેતરમાં જ પીએમ મોદીના હસ્તે અમદાવાદના અટલ બ્રીજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ બ્રીજને શહેરીજનો માટે ખુલ્લો મુકાયા બાદ થોડા દિવસ સુધી નાગરિકો નિઃશુલ્ક બ્રીજની મુલાકાત લીધે  હવે તમારે હવે ફી ચૂકવી પડશે. જો બ્રીજની વાત કરવામાં આવે તો માર્ચ 2018 માં જ્યારે બ્રીજની ડિઝાઇન તૈયાર થઈ ત્યારે પ્રસ્તાવિક ખર્ચ 74 કરોડ અંદાજવામાં આવ્યો હતો. જો કે બ્રીજ તૈયાર થયો ત્યારે 90 કરોડ સુધી ખર્ચ થઈ ચૂક્યો છે. આ આઇકોનીક ફૂટ ઓવર બ્રીજ 300 મીટર લાંબો અને 14 મીટર પહોળો છે.

એલિસ બ્રીજ અને સરદાર બ્રીજ વચ્ચે આ બ્રીજ બાંધવામાં આવ્યો છે. આ બ્રીજને દૂરથી જોતાં જ ત્યાં જવાનું મન થઈ જાય છે. આ બ્રીજનું સ્ટ્રક્ચર એવી રીતે તૈયાર કરાયું છે કે લોકોને પસંદ આવી જાય. 300 મીટરનો આ પુલ સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડે છે. અહીં કલા અને સંસ્કૃતિની ઝલક જોવા મળશે. આ બ્રિજની ડિઝાઇન ખૂબ જ આકર્ષક છે. ફૂટ ઓવર બ્રીજનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ જ સારું છે. નાગરિકો માટે આ એક સેલ્ફી પોઇન્ટ બની ગયો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોણ જીત્યું, કોણ હાર્યું: હવે કોનો બેડો થશે પાર

આ પણ વાંચો:હળવદમાં તંત્ર સર્જિત સ્ટેમ્પ પેપરની અછત, સ્ટેમ્પ પેપરના કાળાબજાર

આ પણ વાંચો:ગુજરાત રમખાણોને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, તમામ કેસની સુનાવણી….