Vaccine/ કોરોના વેક્સિનેશનને લઇને CM રૂપાણીએ જાણો શું કર્યુ ટ્વીટ?

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ આગામી 16 જાન્યુઆરીથી સમગ્ર ગુજરાતમાં કોરોના સામેનાં જંગમાં રાજ્યવ્યાપી રસીકરણ અભિયાન શરૂ કરવાની જાણકારી ટ્વીટરનાં માધ્યમથી આપી છે….

Gujarat Others
Makar 90 કોરોના વેક્સિનેશનને લઇને CM રૂપાણીએ જાણો શું કર્યુ ટ્વીટ?

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ આગામી 16 જાન્યુઆરીથી સમગ્ર ગુજરાતમાં કોરોના સામેનાં જંગમાં રાજ્યવ્યાપી રસીકરણ અભિયાન શરૂ કરવાની જાણકારી ટ્વીટરનાં માધ્યમથી આપી છે.

દેશનાં કરોડો લોકો જેની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા હતા તે વક્સિનનો પ્રારંભ આગામી 16 મી જાન્યુઆરીથી થશે. એકબાજુ ગુજરાત સહિત દેશભરમાં મકરસંંક્રાતિનો તહેવાર ઉજવાઇ ગયા બાદ કમુરતા ઉતરતાની સાથે જ દેશભરમાં વેક્સિન આપવાની શરૂઆત થશે. ત્યારે મુખ્યમંત્રી એ આ અભિયાન દેશભરમાં 16 જાન્યુઆરીથી શરુ કરવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઇ મોદીની જાહેરાતને આવકારતા વડાપ્રધાનને અભિનંદન પણ પાઠવ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું છે કે, ગુજરાતે આ રસીકરણ અભિયાનની શરુઆત માટેની તમામ પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. રસીકરણ અભિયાનની શરુઆતમાં કોરોના વોરિયર્સ એવા તબીબો આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટ લાઈન વર્કર્સને અગ્રતા આપવામાં આવશે, તેમ પણ મુખ્યમંત્રી એ પોતાના ટ્વીટમાં જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ કોરોના વોરિયર્સને સૌથી પહેલા વેક્સિન આપવામાં આવશે. જેમા આરોગ્ય કર્મચારીઓનો સમાવેશ થશે. અનેક રાઉન્ડ દરમિયાન કરોડો લોકો સુધી વેક્સિન પહોંચાડવાનો કેન્દ્ર સરકારનો પ્લાન છે. આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વેક્સિન બારામાં એક સમિક્ષા  બેઠકનુ આયોજન કર્યુ હતુ. આ બેઠક બાદ કેન્દ્રનાં આરોગ્ય મંત્રાલયે સત્તાવાર જાહેરાત કરી હતી. પહેલા એવા સમાચાર આવ્યા હતા કે, 13 અને 14 જાન્યુઆરીની આસપાસ વેક્સિન અપાશે પરંતુ સારુ કામ સારા મહોરતમાં થતુ હોવાના કારણે 16 મી જાન્યુઆરીથી રસીકરણનો કાર્યક્રમ શરૂ થવા જઇ રહ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો