Not Set/ ઓવૈસીએ NPR અને NRCના કાયદા મામલે મોદી સરકારને શું કહ્યું જાણો…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કરતા ત્રણેય કૃષિ કાયદાઓને પરત લેવાની જાહેરાત કરી હતી. આ મામલે વિપક્ષ સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે

Top Stories India
OWASI 2 ઓવૈસીએ NPR અને NRCના કાયદા મામલે મોદી સરકારને શું કહ્યું જાણો...

એગ્રીકલ્ચર એક્ટ પાછો ખેંચી લીધા બાદ પણ વિપક્ષ અને ખેડૂતો સરકાર સામે આક્રમક છે. ખેડૂતોએ પહેલાથી જ સ્પષ્ટતા કરી છે કે MSPની ગેરંટી વિના તેઓ સહમત થશે નહીં. બીજી તરફ AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ પણ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કહ્યું કે જો એનપીઆર અને એનઆરસી કાયદાને કૃષિ કાયદાની જેમ રદ્દ નહીં કરવામાં આવે તો તેઓ  બીજો શાહીન બાગ બનાવી દેશે.

 

 

 

AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ UPના બારાબંકીમાં PM નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું, “હું પીએમ મોદી અને ભાજપને કૃષિ કાયદા જેવા CAAને પાછો ખેંચવાની અપીલ કરું છું કારણ કે તે બંધારણની વિરુદ્ધ છે. જો તેઓ NPR અને NRC પર કાયદો બનાવે છે, તો અમે શેરીઓમાં આવીશું અને અહીં બીજો એક શાહીન બાગ બનાવવામાં આવશે.”

ઉલ્લેખનીય છે કે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કરતા ત્રણેય કૃષિ કાયદાઓને પરત લેવાની જાહેરાત કરી હતી. આ મામલે વિપક્ષ સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જે લોકો ખોટા નિવેદનબાજીનો શિકાર બન્યા છે તેઓ વડાપ્રધાનની વાત માનવા તૈયાર નથી.સમાજવાદી પાર્ટીએ પણ કેન્દ્રના ઈરાદા પર સવાલ ઉઠાવ્યા છે. SPએ ટ્વીટ કર્યું, “સંપૂર્ણપણે સ્પષ્ટ છે કે તેમનું હૃદય સ્વચ્છ નથી, અને ચૂંટણી પછી ફરીથી બિલ લાવવામાં આવશે…”