સંબોધન/ કચ્છમાં મહિલા સંતોના સેમીનારમાં PM મોદીએ જાણો શું કહ્યું…

વિશ્વ  મહિલા દિવસની ઉજવણીમાં PM  નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા કચ્છમાં મહિલા સંતોના સેમીનારમાં ભાગ લીધો હતો

Top Stories Gujarat
5 14 કચ્છમાં મહિલા સંતોના સેમીનારમાં PM મોદીએ જાણો શું કહ્યું...

વિશ્વ  મહિલા દિવસની ઉજવણીમાં PM  નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા કચ્છમાં મહિલા સંતોના સેમીનારમાં ભાગ લીધો હતો. વર્ચ્યુઅલ કાર્યક્રમમાં ભાગ લેતા પીએમ મોદીએ કહ્યું કે, હું તમને બધાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છા આપુ છું.  આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ તમને બધાને અભિનંદન આપુ છું.

પીએમ મોદીએ કહ્યું કે કચ્છની જે ધરતી પર તમારૂ આગમન પાવન થઇ છે  સદીઓથી નારી શક્તિ અને સામર્થ્યનું પ્રતિક રહી છે. અહીં માતા આશાપુરા સ્વયં માતૃ શક્તિના રૂપમાં બિરાજમાન છે. અહીંની મહિલાઓએ સમાજને કઠોર પ્રાકૃતિક પડકારો વચ્ચે જીવતા શીખવાડ્યું છે અને જીતવા શીખવ્યું છે. તેમણે વધુમાં કહ્યું  કચ્છની મહિલાઓએ પોતાના અથાક પરિશ્રમથી કચ્છની સભ્યતા અને સંસ્કૃતિને જીવંત રાખી છે. કચ્છનો રંગ વિશેષ રૂપે અહીંના હેન્ડીક્રાફ્ટ તેનું મોટું ઉદાહરણ છે. આ કલાઓ અને આ કૌશલ્ય દુનિયામાં પોતાની ઓળખ બનાવી રહ્યાં છે.

વર્ચ્યુઅલ પ્રોગ્રામમાં બોલતા પીએમ મોદીએ કહ્યું કે દેશની બહેન-દીકરીઓ આગળ વધી શકે છે અને તેમના સપના પૂરા કરી શકે છે. આ માટે સરકાર તેમને આર્થિક મદદ પણ કરી રહી છે. ‘સ્ટેન્ડઅપ ઈન્ડિયા’ હેઠળ 80 ટકાથી વધુ લોન મહિલાઓના નામે છે. તે જ સમયે, પીએમ મોદીએ કહ્યું કે મુદ્રા યોજના હેઠળ, લગભગ 70 ટકા લોન અમારી બહેનો અને પુત્રીઓને આપવામાં આવી છે.