વિવાદ/ સલમાન ખુર્શીદના હિંદુત્વના નિવેદન મામલે પ્રિયંકા ગાંધીએ શું કહ્યું જાણો…

ખુર્શીદે પોતાના પુસ્તક ‘સનરાઈઝ ઓવર અયોધ્યા – નેશનહુડ ઈન અવર ટાઈમ્સ’માં આતંકવાદી સંગઠન બોકો હરામ અને આઈએસઆઈએસની તુલના હિન્દુત્વ સાથે કરી છે

Top Stories India
priyanka 2 સલમાન ખુર્શીદના હિંદુત્વના નિવેદન મામલે પ્રિયંકા ગાંધીએ શું કહ્યું જાણો...

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પાર્ટીના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદ દ્વારા હિન્દુત્વ અંગે આપેલા વિવાદાસ્પદ નિવેદનથી પોતાને અલગ રાખ્યા હતા. સલમાન ખુર્શીદનું નિવેદન તેમનો અંગત અભિપ્રાય છે. તે જરૂરી નથી કે દરેક તેમની સાથે સંમત થાય.

પ્રિયંકા ગાંધીએ સલમાન ખુર્શીદનો ખુલ્લેઆમ વિરોધ કર્યો ન હતો, પરંતુ નિશ્ચિતપણે ઇશારામાં કહ્યું હતું કે તે તેમના અભિપ્રાય સાથે સંમત નથી. તેમણે કહ્યું કે કોઈ શું કરે છે, તે તેમનો અંગત અભિપ્રાય છે

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે તે પોતાની આસ્થા પ્રમાણે મંદિરો અને ધાર્મિક સ્થળોએ જાય છે. આ અંતર્ગત આજે તેમણે ચિત્રકૂટમાં કામતાનાથની 5 કિલોમીટર લાંબી પરિક્રમા કરી છે. ઉલ્લેખનીય છે  કે સલમાન ખુર્શીદે પોતાના પુસ્તક ‘સનરાઈઝ ઓવર અયોધ્યા – નેશનહુડ ઈન અવર ટાઈમ્સ’માં આતંકવાદી સંગઠન બોકો હરામ અને આઈએસઆઈએસની તુલના હિન્દુત્વ સાથે કરી છે, જેનો વિવાદ થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે ચિત્રકૂટમાં મહિલાઓ સાથે વાતચીત કર્યા બાદ પ્રિયંકા ગાંધીએ આજે ​​કામતાનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી અને કામદગીરીની પાંચ કિલોમીટર લાંબી પરિક્રમા કરી હતી. તેમણે પાંચ કિલોમીટરનું લાંબુ અંતર ઉઘાડપગું કર્યું. આ દરમિયાન તેમણે રસ્તામાં આવતા મંદિરોની બહાર માથું નમાવ્યું. મહિલાઓ સાથે સેલ્ફી લીધી.  પરંતુ સમગ્ર પરિક્રમા દરમિયાન મૌન ઉપવાસ રાખ્યો.