Not Set/ IND vs NZ 4th T20/ ભારત આજે નવા ચહેરા સાથે મેદાનમાં ઉતરશે, બોલિંગ પર રહેશે ખાસ નજર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ ટી-20 મેચની સીરીઝની ચોથી મેચ આજે રમાશે. ભારતે અત્યાર સુધી રમાયેલી ત્રણેય મેચ જીતી લીધી છે અને તે પહેલા જ સીરીઝ પર કબજો કરી ચૂકી છે. હવે બે મેચ બાકી છે, આવી સ્થિતિમાં ભારત એવા ખેલાડીઓને રમાડવાનો પ્રયાસ કરશે જેમને અત્યાર સુધી રમવાનો મોકો મળ્યો નથી, અને તેમની પણ પ્રતિભા […]

Top Stories Sports
Virat IND vs NZ 4th T20/ ભારત આજે નવા ચહેરા સાથે મેદાનમાં ઉતરશે, બોલિંગ પર રહેશે ખાસ નજર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ ટી-20 મેચની સીરીઝની ચોથી મેચ આજે રમાશે. ભારતે અત્યાર સુધી રમાયેલી ત્રણેય મેચ જીતી લીધી છે અને તે પહેલા જ સીરીઝ પર કબજો કરી ચૂકી છે. હવે બે મેચ બાકી છે, આવી સ્થિતિમાં ભારત એવા ખેલાડીઓને રમાડવાનો પ્રયાસ કરશે જેમને અત્યાર સુધી રમવાનો મોકો મળ્યો નથી, અને તેમની પણ પ્રતિભા વિશે જાણવા મળે. જો કે એવું લાગતું નથી કે તે બધા ખેલાડીઓ આજની મેચમાં રમી શકશે, જેઓ હજી સુધી રમ્યા નથી, પરંતુ મેચમાં બેથી ત્રણ ફેરફાર થઇ શકે તેવી સંભાવનાઓ છે.

IND vs NZ Dream11 Prediction 4th T20 IND vs NZ 4th T20/ ભારત આજે નવા ચહેરા સાથે મેદાનમાં ઉતરશે, બોલિંગ પર રહેશે ખાસ નજર

ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડમાં પહેલેથી જ 3-0ની અગમ્ય લીડ મેળવીને ઇતિહાસ રચ્યો છે, જો કે એમ માનવું ખોટું રહેશે કે વિરાટ કોહલીની જીતની ભૂખ ઓછી થઈ ગઈ છે. આજે પણ ટીમ ઈન્ડિયા ચોથી ટી-20 માં સતત ચોથી વિજય નોંધવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. આપને જણાવી દઇએ કે આજે કયા બદલાવ જોવા મળી શકે છે. તે પહેલાં, તે મેચ વિશે પણ જાણો કે ભારત સુપર ઓવરમાં જીત્યું અને ઇતિહાસ રચ્યો.

Image result for india vs new zealand

ત્રીજી ટી-20 મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 179 રન બનાવ્યા હતા. જેનો જવાબ આપવા માટે, જ્યારે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરી, ત્યારે ન્યુઝીલેન્ડે સમાન સ્કોર બનાવી આ મેચને ટાઈ કરી દીધી અને મેચ સુપર ઓવરમાં પહોચી ગઈ હતી. સુપર ઓવરમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરીને 17 રન બનાવ્યા હતા. આ રીતે ભારતે જીતવા માટે 18 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલા ભારતનાં બન્ને બેટ્સમેનોએ ટીમની આશા પર ખરા ઉતરીને બતાવ્યુ. જણાવી દઇએ કે, છેલ્લા બે બોલમાં ભારતને જીતવા માટે દસ રનની જરૂર હતી અને ભારતનાં ઓપનર રોહિત શર્માએ છેલ્લી બે બોલમાં બે સિક્સર ફટકારીને ભારતને સીરીઝ જીતની સુંદર ભેટ આપી ઇતિહાસ રચ્યો હતો.

Image result for rohit sharma

હવે વાત તે મેચની જે આજે રમાશે. આ મેચમાં ફરી એકવાર બોલિંગ અંગે ભારત ચિંતિત રહેશે. પ્રથમ અને ત્રીજી ટી-20 મેચોમાં આ ભારતની સૌથી મોટી ચિંતા રહી હતી, હવે આ મેચમાં બોલિંગ કેવું રહે છે તે જોવું રસપ્રદ રહેશે. ત્રીજી મેચમાં ન્યૂઝીલેન્ડનાં કેપ્ટન કેન વિલિયમ્સને એકલા હાથે તેની ટીમની તરફેણમાં મેચ કરી દીધી હતી. તેણે ટી-20 માં પોતાના જીવનની શ્રેષ્ઠ ઇનિંગ્સ રમીને 95 રન બનાવ્યા હતા. જોકે, મોહમ્મદ શમીએ છેલ્લી ઓવરમાં શાનદાર વાપસી કરીને સ્કોર બરાબરી કરાવવામાં સફળ રહ્યો હતો. જસપ્રિત બુમરાહ બાદ યુઝવેન્દ્ર ચહલ અને શિવમ દુબે પણ કેપ્ટન વિરાટ કોહલીની સૌથી મોટી ચિંતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.