ગુજરાત/ PM મોદીનાં ત્રણ કૃષિ કાયદા પરત લેવાના નિર્ણય પર જાણો શું કહે છે રાજ્યનાં Politician

ત્રણ કૃષિ કાયદાને પરત લેવાના વડાપ્રધાન મોદીનાં નિર્ણયની દેશભરમાં ખૂબ ચર્ચાઓ થઇ રહી છે. ઘણા આ નિર્ણયને યોગ્ય ગણાવી રહ્યા છે તો ઘણા આ નિર્ણય પાછળ UP ચૂંટણીનો જોડી રહ્યા છે.

Top Stories Gujarat Others
કૃષિ કાયદો પરત ખેંચ્યો

ત્રણ કૃષિ કાયદાને પરત લેવાના વડાપ્રધાન મોદીનાં નિર્ણયની દેશભરમાં ખૂબ ચર્ચાઓ થઇ રહી છે. ઘણા આ નિર્ણયને યોગ્ય ગણાવી રહ્યા છે તો ઘણા આ નિર્ણય પાછળ UP ચૂંટણીનો જોડી રહ્યા છે. દેશની અલગ-અલગ પાર્ટીઓમાંથી પણ આ અંગે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. જો ગુજરાતની વાત કરીએ તો અહી રાજકારણીઓએ આ નિર્ણ પોતાની પ્રતિક્રિયાઓ આપી છે.

આ પણ વાંચો – કૃષિ કાયદો / કંગનાનાં વિવાદિત બોલ, કૃષિ કાયદો પરત લેવાનાં PM નાં નિર્ણયને અયોગ્ય ગણાવ્યો

આપને જણાવી દઇએ કે, કોંગ્રેસનાં નેતા હાર્દિક પટેલે વડાપ્રધાનનાં આ નિર્ણય પર ટ્વીટ કરતા લખ્યુ કે, ‘ખેડૂતો અને ખેડૂતોનાં હક માટે મોદી સરકાર સામે એક વર્ષથી વધુ સમય સુધી લડનારા તમામની આ જીત છે. આ સાબિત કરે છે કે, મોદી સરકાર આ દરમિયાન ખોટી હતી અને તેમ છતાં સૂટ-બૂટ મિત્રોનાં ખોટા એજન્ડાને આગળ ધપાવવાનો પ્રયાસ કર્યો હતો! #FarmLaw’.. આ સિવાય હાર્દિકે અન્ય ટ્વીટ પણ કર્યુ અને લખ્યુ કે, આજે ખેડૂતો અને તેમના આંદોલનની જીત થઈ છે. આ જીત એ ખેડૂતોને શ્રદ્ધાંજલિ છે જેઓ આંદોલન અને ભાજપાની તાનાશાહીમાં શહીદ થયા હતા. ભાજપનાં નેતાઓ અત્યાર સુધી ત્રણ કૃષિ કાયદા લાગુ કરવાના ફાયદા ગણાવતા હતા, પરંતુ આજથી તેઓ ત્રણ કૃષિ કાયદા પાછું ખેંચવાના ફાયદા ગણાવશે.

https://twitter.com/HardikPatel_/status/1461550021925474305?s=20

https://twitter.com/HardikPatel_/status/1461551303708925957?s=20

 

વળી આ ઉપરાંત ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી રહી ચુકેલા શંકરસિંહ વાઘેલાએ કૃષિ કાયદા પરત લેવાનાં નિર્ણય અંગે પોતાની પ્રતિક્રિયા આપતા ટ્વીટમાં લખ્યુ કે, સંઘર્ષ અને સત્યની હંમેષા જીત થાય છે.

https://twitter.com/ShankersinhBapu/status/1461555483811057667?s=20

વળી કોંગ્રેસ ધારાસભ્ય લલિતચ વસોયાએ પણ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, ‘આજે સમગ્ર દેશનાં ખેડૂતોની કાળા કૃષિ કાયદાનાં વિરોધમાં જીત થઇ છે. કેન્દ્ર સરકારે ઘૂંટણીએ પડીને આ ત્રણેય કૃષિ કાયદાઓ પરત ખેંચ્યા છે. આગામી સમયમાં ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણાની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેની અંદર ખેડૂતો ભાજપનાં વિરોધમાં આક્રોશથી મતદાન કરી શકે છે તે જોતા આ નિર્ણ લેવામાં આવ્યો છે. ખેડૂતોની જીત બદલ હુ દેશનાં સમગ્ર ખેડૂતોને અભિનંદન પાઠવુ છુ. અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને આવા કાયદાઓ અન્યાય કરતા પહેલા સંબંધિત લોકોને વિશ્વાસમાં લેવા જોઇએ. તેનુ બોધપાઠ આ આંદલોનમાંથી લેવો જોઇએ.’

આ પણ વાંચો – કૃષિ કાયદો / જીતની ખુશીમાં ઉજવણી કરતા જોવા મળ્યા ખેડૂત, આખરે સરકારે કાયદો પરત લેવાનો કર્યો નિર્ણય

ઉલ્લેખનીય છે કે, પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘અમે ખેડૂતો અને ખેતીની સ્થિતિ સુધારવા માટે નવા કૃષિ કાયદા લાવ્યા હતા, જેથી ખાસ કરીને નાના ખેડૂતોને ફાયદો થાય. આ કાયદો લાવતા પહેલા સંસદમાં તેની ચર્ચા થઈ હતી. મિત્રો, અમારી સરકાર ખેડૂતોનાં કલ્યાણનાં ઉમદા હેતુથી આ કાયદો લાવી હતી, પરંતુ અમે કેટલાક ખેડૂતોને આવી પવિત્ર વાત પૂરી રીતે સમજાવી શક્યા નથી, અમે તેમની સાથે વાત કરવાનો પણ પ્રયાસ કર્યો અને આ કાયદાનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ અમે તેમને સમજાવવામાં સફળ ન થયા, આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ ગયો. તેથી હવે અમે કૃષિ કાયદાને પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…