ગુજરાત/ રાજયમાં ડિસેમ્બરથી ધો-1થી 5ના વર્ગો શરૂ થશે કે નહીં તે અંગે જાણો શિક્ષણમંત્રીએ શું નિવેદન આપ્યું

રાજ્યમાં પ્રાથમિક શાળા શરૂ કરવા અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે, કમિટીના નિર્ણય બાદ વિશેષજ્ઞો સાથે બેઠક કરીને શાળાઓ ફરી શરૂ કરાશે

Top Stories Gujarat
Untitled 144 રાજયમાં ડિસેમ્બરથી ધો-1થી 5ના વર્ગો શરૂ થશે કે નહીં તે અંગે જાણો શિક્ષણમંત્રીએ શું નિવેદન આપ્યું

  આજે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં રાજ્યમાં ધોરણ 1થી 5ના ઓફલાઈન ક્લાસ શરૂ કરવાને લઈને પણ મંથન કરવામાં આવ્યું હતું.જેમાં કેબિનેટ બેઠક પૂર્ણ થયાં બાદ શિક્ષણમંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, વાલીઓ ઈચ્છી રહ્યા છે કે, ગુજરાતમાં હવે ધોરણ 1થી 5ના વર્ગો પણ શરૂ થાય પરંતુ વાલીઓએ હજી શાળાઓ શરૂ થવા માટે થોડી રાહ જોવી પડશે.

આ પણ વાંચો ;જાહેરાત / ઉત્તરપ્રદેશમાં આગામી ચૂંટણી જીતવા માટે પ્રિયંકા ગાંધીએ કરી મોટી જાહેરાત…

રાજયમાં  હવે  ધીમે ધીમે કોરોના કેસ વધતા જોવા મળી રહ્યા છે ત્યારે   બાળકોના આરોગ્યની ચિંતાને લઈને  સરકાર દ્વારા આગામી  ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ કરવા કે નહિ તે અંગે ની ચિતા સતાવી રહી છે .જોકે રાજ્યમાં પ્રાથમિક શાળા શરૂ કરવા અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે, કમિટીના નિર્ણય બાદ વિશેષજ્ઞો સાથે બેઠક કરીને શાળાઓ ફરી શરૂ કરવી કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે.,કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે લાંબા સમય બાદ પ્રાથમિક શિક્ષણ શરૂ થશે તેવા એંધાણ છે. ધોરણ 1થી 5ની પ્રાથમિક શાળાઓ શરૂ કરવા શિક્ષણ વિભાગની હાલ વિચારણા કરી રહ્યું છે. જેમાં ડિસેમ્બરની શરૂઆતમાં આ વર્ગો ખુલશે તેવી માહિતી મળી રહી છે.

આ પણ વાંચો ;કરતારપુર કોરિડોર ખોલવાની માંગ / નવજોત સિદ્વુએ કરતારપુર કોરિડોર ખોલવાની કરી માંગ,વિપક્ષનું પણ સમર્થન

અઠવાડીયામાં 4 દિવસ શાળા ચાલુ રાખવાનું આયોજન તો વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણનો પણ વિકલ્પ રાખવામાં આવશે તેવી ચર્ચા છે. પ્રાથમિક શાળાના સમયગાળામાં પણ ઘટાડો થશે તો વાર્ષિક શિક્ષણ દિવસો વધારવા પર પણ શિક્ષણ વિભાગ નિર્ણય લઈ શકે . તેમજ  કોરોના ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવે તે પણ મહત્વનું છે .