સુરત/ રાજ્યમાં સતત વકરી રહેલા કોરોનાના ખપ્પરમાં હોમાઈ રહેલા વિધાર્થીઓ

રાજ્યમાં સતત વકરી રહેલા કોરોનાના ખપ્પરમાં હોમાઈ રહેલા વિધાર્થીઓ

Gujarat Surat Trending
વ૧ 6 રાજ્યમાં સતત વકરી રહેલા કોરોનાના ખપ્પરમાં હોમાઈ રહેલા વિધાર્થીઓ

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસ સતત પોતાનો કહેર વરસાવી રહ્યો છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોના કેસમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ રાજ્ય સરકાર દ્વારા શાળા અને કોલેજો પણ કોરોના ગાઈડલાઈન્સ  સાથે શરુ કરી  દેવામાં આવ્યા છે. જેના માઠા પરિણામ વિધાર્થીઓ અને શિક્ષકોએ ભોગવવા પડી રહ્યા છે.

રાજ્યમાં સતત વિધાર્થીઓ અને શિક્ષકો કોરોના ગ્રસ્ત બન્યાના સમાચારો સામે આવી રહ્યા છે. જે વિધાર્થી અને વાલી બંને માટે ચિંતાનો વિષય બની ચુક્યો છે. વાલી પણ અવઢવ માં છે કે આ વધતા કોરોના કહેર વચ્ચે શાળા કે કોલેજમાં તેમનું બાળક કેટલું સુરક્ષિત રહી શકશે.

પ્રાપ્ત વિગતો અનુસાર સુરત માં વકરેલા કોરોના કહેર વચ્ચે સુરતમાં વિદ્યાર્થીઓમાં પણ કોરોનાનો કહેર વધ્યો છે. સી ડી બર્ફીવાળા કોલેજના 10 વિદ્યાર્થીઓ પોઝિટિવન મળી આવ્યા છે. તો સંત નચિકેતા શાળાના 4 વિદ્યાર્થીઓ પોઝિટિવ મળી આવ્યા છે. સંત નામદેવ નગર પ્રા.શાળાના 8 વિદ્યાર્થીઓ પોઝિટિવ મળી આવ્યા છે. વિધાર્થીઓ કોરોના ગ્રસ્ત બનતા બર્ફીવાળા કોલેજ 10 દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જયારે બંને શાળાઓ 14 દિવસ બંધ રાખવા આદેશ આપવામાં આવ્યા છે.