Not Set/ PM કેર ફંડ માંથી જે 1 લાખ ઓક્સિજન કંસંટ્રેટર ખરીદવામાં આવશે જાણો તે છે શું ?

આખા દેશમાં શહેર,શહેરમાં કોરોનાના વધતા સંક્રમિતો અને અફરાતફરી જેવી વ્યવસ્થાને લઇને હાહાકાર મચી ગયો છે. દિલ્હીથી લઇને મુંબઇ સુધી, ગુજરાતથી લઇને ઉત્તરપ્રદેશ સુધી, દર્દીઓ અને તેમના પરિવારજનો બેઙ.,ઓક્સિજન અને દવા માટે વલખાં મારી રહ્યા છે. કોરોનાથી બગડેલી આ હાલત હમણાં કાબૂમાં આવે તેવું નથી લાગતું. લોકો પરેશાન છે. અને પોતાના દર્દીઓને લઇને આમ તેમ ભટકી […]

Mantavya Exclusive India
oxygen 3 1 PM કેર ફંડ માંથી જે 1 લાખ ઓક્સિજન કંસંટ્રેટર ખરીદવામાં આવશે જાણો તે છે શું ?

s 3 0 00 00 00 1 PM કેર ફંડ માંથી જે 1 લાખ ઓક્સિજન કંસંટ્રેટર ખરીદવામાં આવશે જાણો તે છે શું ?

આખા દેશમાં શહેર,શહેરમાં કોરોનાના વધતા સંક્રમિતો અને અફરાતફરી જેવી વ્યવસ્થાને લઇને હાહાકાર મચી ગયો છે. દિલ્હીથી લઇને મુંબઇ સુધી, ગુજરાતથી લઇને ઉત્તરપ્રદેશ સુધી, દર્દીઓ અને તેમના પરિવારજનો બેઙ.,ઓક્સિજન અને દવા માટે વલખાં મારી રહ્યા છે. કોરોનાથી બગડેલી આ હાલત હમણાં કાબૂમાં આવે તેવું નથી લાગતું. લોકો પરેશાન છે. અને પોતાના દર્દીઓને લઇને આમ તેમ ભટકી રહ્યા છે. સૌથી વધારે સમસ્યા સારવાર માટે આવી રહી છે. કારણ કે હોસ્પિટલોમાં હજુ પણ જરૂરીયાત મુજબનો ઓક્સિજન નથી પહોચી રહયો અને પરિસ્થિતી એવી છે કે કલાકોની રાહ જોયા પછી પણ હાલત એવી છે કે ન તો દર્દીને હોસ્પિટલમાં દાખલ કરી શકાય છે કે ન તો તેને સારવાર મળે છે. આખા દેશના સમજી લો આવા જ હાલ છે.

દેશમાં ચારે તરફ મહામારીની વચ્ચે ઓક્સિજનની અછત છે. હવે તેને જોતાં પીએમ કેયર ફંડમાંથી એક લાખ પોર્ટેબલ ઓક્સિજન કંસંટ્રેટર ખરીદવાની મંજુરી આપાઇ છે. તમને જણાવી દઇએ કે કોરોનાને રોકવા અને લિક્વિડ મેડિકલ ઓક્સીજનની માંગને પહોચી વળવા વડાપ્રધાનની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. આ બેઠકમાં નિર્ણય લેવાયો કે ખુબ ઝડપથી તેને ખરીદવામાં આવે અને રાજ્યોને પહોચાડવામાં આવે. તેમાં પણ એવા રાજ્યોને પ્રાથમિકતા આપવામાં આવે જ્યાં સૌથી વધારે કોરોના ઘાતકી બન્યો છે.

oxygen 7 PM કેર ફંડ માંથી જે 1 લાખ ઓક્સિજન કંસંટ્રેટર ખરીદવામાં આવશે જાણો તે છે શું ?

ઓક્સિજન કંસંટ્રેટર છે શું.?
ઓક્સિજન કંસંટ્રેટર એવું મશીન છે કે તે હવામાંથી ઓક્સિજનને અલગ કરે છે. પહેલાં તે તે હવાને અંદર ખેચીને બીજા ગેસ અલગ કરે છે. અને શુદ્ધ ઓક્સિજનની સપ્લાય કરે છે.
oxygen 1 1 PM કેર ફંડ માંથી જે 1 લાખ ઓક્સિજન કંસંટ્રેટર ખરીદવામાં આવશે જાણો તે છે શું ?
ઓક્સિજન કંસંટ્રેટરને ઘરેલું ઓક્સિજન પ્લાન્ટ પણ કહેવામાં આવે છે. ઘરે રહીને સારવાર લઇ રહેલા લોકો માટે તે એક સારો વિકલ્પ સાબિત થઇ શકે છે.

oxygen 2 1 PM કેર ફંડ માંથી જે 1 લાખ ઓક્સિજન કંસંટ્રેટર ખરીદવામાં આવશે જાણો તે છે શું ?

એક કંસંટ્રેટર એક મિનીટમાં લગભગ પાંચથી દસ લીટર ઓક્સિજન સપ્લાય કરે છે. વાત સ્પષ્ટ છે કે કોરોના સંકટની વચ્ચે દેશના કેટલાય ભાગોમાં ઓક્સિજનની અછત સર્જાઇ રહી છે. હાલત એવી છે કે કેટલાય લોકો હોસ્પિટલમાં જીવ છોડી ચૂકયા છે. અને મામલો હાઇકોર્ટ સુધી પહોચી ગયો છે. કોર્ટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને જબરજસ્ત રીતે ફટકાર પણ લગાવી છે. જેને લઇને સરકારો હવે યુદ્ધસ્તર પર ઓક્સિજન, બેડ ઉપલ્બધ કરાવવામાં લાગી છે.

s 5 0 00 00 00 2 PM કેર ફંડ માંથી જે 1 લાખ ઓક્સિજન કંસંટ્રેટર ખરીદવામાં આવશે જાણો તે છે શું ?
તો બીજી તરફ કોરોનાની બીજી લહેરની વચ્ચે અસલી ડર મે મહિનને લઇને છે. માનવામાં આવી રહ્યુ છે કે.,મે મહિનામાં કોરોનાની બીજી લહેરનો પીક આવશે. અમેરીકામાં મિશિગન યુનિવર્સીટીના મહામારી વિશેષજ્ઞનું કહેવુ છે કે મે મહિનાની મધ્યમાં દૈનિક આઠથી દસ લાખ કેસ આવી શકે છે. તો ૨૩ મેની આસપાસ દૈનિક મોતનો આંકડો પણ સાડાચાર હજારથી ઉપર જઇ શકે છે. જોકે દેશમાં કોરોનાની રફ્તાર ઘટવાનું નામ લેતી નથી. પાછલા કેટલાક અઠવાડિયાથી દુનિયામાં સૌથી વધારે કેસ ભારતમાં જ આવી રહ્યા છે. સ્વાસ્થય મંત્રાલયના આંકડાઓ પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં સાડા ત્રણ લાખ કેસ આવ્યા છે. તો છેલ્લા એક દિવસમાં ભારતમાં મહામારીએ ૩૨૯૩ લોકોનો જીવ લીધો છે. હવે દેશમાં કોરોનાથી મરનારા લોકોની સંખ્યા બે લાખને પાર નિકળી ગઇ છે.

દેશમાં હવે કોરોનાનો મૃત્યું દર ૧.૧૨ ટકા થઇ ગયો છે. તો રાષ્ટ્રીય કોરોના રિકવરી રેટ ૮૨.૩૩ ટકા થઇ ગયો છે. એક એપ્રિલથી કોરોના સંક્રમણની ગતિ રોજ વધી રહી છે. વધારે સંક્રમણ ફેલાવતા વેરીઅંટ સિવાય પણ કોઇ કારણ હોઇ શકે છે ? તેના પર પ્રોફેસર ભ્રામર મુખર્જી કહે છે કે આપણે વધારે સતર્ક રહેવું પડશે. તેમણે કહ્યુ કે.,આપણે સૌ એ વાત સાથે માનીએ છીએ કે ભારતની અત્યારે જે હાલત છે તેના માટે અનેક કારણો જવાબદાર છે. જ્યારે આખા દેશને ખોલવામાં આવ્યો ત્યારે કોરોના ગાઇડલાઇનના નિયમોની કમી, મોટી..મોટી ચૂંટણીની રેલીઓ, ધાર્મિક આયોજન, ક્રિકેટ મેચ, સાર્વજનિક પરિવહન, મોલ, થિયેટર, આ બધાનું યોગદાન રહ્યું. જ્યાં લોકો તૂંટી પડ્યા.