કટાક્ષ/ કપિલ સિબ્બલે સરકારને કેમ આપ્યા અભિનંદન જાણો શું કહ્યું..

કપિલ સિબ્બલે આ અંગે એક ટ્વિટમાં લખ્યું, ‘અમારી ડિજિટલ અર્થવ્યવસ્થા, ગરીબી અને ભૂખ નાબૂદી માટે, ભારતને વિશ્વ શક્તિ બનાવવા બદલ મોદીજીનો આભાર.

Top Stories
kapil કપિલ સિબ્બલે સરકારને કેમ આપ્યા અભિનંદન જાણો શું કહ્યું..

કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો અને વૈશ્વિક ભૂખ સૂચકાંક 2021 માં ભારત પાછળ રહી જવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા.

વર્ષ 2021 માટેનો ગ્લોબલ હંગર ઇન્ડેક્સ ગુરુવારે બહાર પાડવામાં આવ્યો હતો. આમાં ભારત પાછળ પડ્યા બાદ 101 મા સ્થાને આવી ગયું છે. આ યાદીમાં ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશોથી પણ પાછળ છે. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રની ભાજપ સરકાર પર કટાક્ષ કર્યો હતો.

કપિલ સિબ્બલે આ અંગે એક ટ્વિટમાં લખ્યું, ‘અમારી ડિજિટલ અર્થવ્યવસ્થા, ગરીબી અને ભૂખ નાબૂદી માટે, ભારતને વિશ્વ શક્તિ બનાવવા બદલ મોદીજીનો આભાર. ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં, વર્ષ 2020 માં અમે 94 માં ક્રમે હતા અને 2021 માં અમે 101 મા સ્થાને પહોંચી ગયા છીએ. આપણે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને નેપાળથી પણ પાછળ છીએ.

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે દેશોના GHI સ્કોરને 4 માપદંડોના આધારે નક્કી કરાય છે. જેમાં અલ્પપોષણ, કુપોષણ, બાળકોનો વૃદ્ધિ દર અને બાળ મૃત્યુદર સામેલ છે. રિપોર્ટ મુજબ પાડોશી દેશો જેમ કે નેપાળ (76), બાંગ્લાદેશ (76), મ્યાંમાર (71) અને પાકિસ્તાન (92) પણ ભૂખમરાને લઈને ચિંતાજનક સ્થિતિમાં છે. પરંતુ ભારતની સરખામણીએ આ દેશોની સ્થિતિ સારી છે. વર્ષ 2020માં ભારત 107 દશોમાં 94માં સ્થાને હતું. હવે 116 દેશોની યાદીમાં તે 101માં સ્થાને આવી ગયું છે. ભારતનો જીએચઆઈ સ્કોર ગગડી ગયો છે. જે વર્ષ 2000માં 38.8 હતો, 2012 અને 2021 વચ્ચે 28.8 – 27.5 વચ્ચે રહ્યો છે. જ્યારે આ અહેવાલ બહાર આવ્યો ત્યારે કપિલ સિબ્બલે સરકાર પર આકરા પ્રહાર કરીને  પ્રધાન મંત્રીને અભિનંદન આપ્યા છે.