sanatan dharma/ “સનાતન ધર્મ” અંગે વિવાદાસ્પદ નિવેદન: યુપીમાં ‘ઉદયનિધિ સ્ટાલિન’ અને ‘પ્રિયંક ખડગે’ વિરુદ્ધ નોંધાઈ FIR

સનાતન ધર્મ

અંગે વિવાદાસ્પદ નિવેદન કરવા બદલ આ બંને નેતાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

Top Stories India
Udhayanidhi Stalin "સનાતન ધર્મ" અંગે વિવાદાસ્પદ નિવેદન: યુપીમાં 'ઉદયનિધિ સ્ટાલિન' અને 'પ્રિયંક ખડગે' વિરુદ્ધ નોંધાઈ FIR

ઉત્તર પ્રદેશના રામપુરના સિવિલ લાઇન પોલીસ સ્ટેશનમાં વકીલોએ તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિને અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર અને મંત્રી પ્રિયંક ખડગે વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. સનાતન ધર્મ અંગે વિવાદાસ્પદ નિવેદન કરવા બદલ આ બંને નેતાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

યુપીના મંત્રીએ કહ્યું, અમે સ્વાગત કરીએ છીએ

ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, તમિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટાલિન વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી FIR અંગે યુપીના મંત્રી અને બીજેપી નેતા અનિલ રાજભરે કહ્યું કે આપણો દેશ અને મોદી સરકાર કોઈને પણ સનાતન ધર્મને નુકસાન પહોંચાડવા દેશે નહીં. જેમણે તેમની (ઉદયનિધિ સ્ટાલિન) વિરુદ્ધ FIR દાખલ કરી છે, અમે તેનું સ્વાગત કરીએ છીએ.

કોણ છે ઉદયનિધિ અને પ્રિયંક?

મળતી માહિતી મુજબ, ઉદયનિધિ સ્ટાલિન તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનના પુત્ર અને રાજ્યના યુવા કલ્યાણ અને રમત વિકાસ મંત્રી છે. જ્યારે પ્રિયંક ખડગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર અને કર્ણાટક સરકારમાં ગ્રામીણ અને પંચાયતી રાજ મંત્રી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 4 સપ્ટેમ્બરે એક ભાષણ દરમિયાન ઉધયનિધિ સ્ટાલિને સનાતન ધર્મની તુલના ઘાતક બીમારીઓ સાથે કરી હતી.

આનાથી ભાવનાઓને ઠેસ પહોંચતા ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના બે એડવોકેટ રામ સિંહ લોધી અને ગર્શ ગુપ્તાએ ફરિયાદ નોંધાવી છે. બંનેએ રામપુરની સિવિલ લાઇન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો: મંતવ્ય વિશેષ/ વિવાદો સાથે જૂનો સંબંધ છે ઉદયનિધિ સ્ટાલિનો, અહીં જાણો

આ પણ વાંચો: Asia Cup 2023/ એશિયા કપ સુપર-4માં ભારતીય ટીમ ક્યારે અને કોની સાથે ટકરાશે? જાણો સંપૂર્ણ શેડ્યુલ

આ પણ વાંચો: G-20 Summit/ દિલ્હીમાં દુનિયાભરના નેતાઓનો જમાવડો; G-20 સમિટમાં કયા કયા દેશો લઈ રહ્યાં છે ભાગ?