Not Set/ સુરત / રઘુવીર માર્કેટને ફાયર વિભાગ સવા કરોડના ખર્ચનું બિલ ફટકારશે

સુરત રઘુવીર માર્કેટમાં લાગેલી આગ પર મહાપાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા મહા મહેનત ણે અંતે ૨૪ કલાક થીવધુ સમય બાદ સંપૂર્ણ કાબુ મેળવાયો હતો. ત્યારે ફરી વાર શહેરમાં આ પ્રકારની ઘટના નાં બને તે માટે સજ્જ બન્યું છે. હવે થી ફાયર વિભાગ અને શહેરી વિકાસ ખાતુ સંયુક્ત રીતે દરરોજ એક માર્કેટમાં જઈ ફાયરના વાહનોને આવનજાવનમાં થતાં […]

Gujarat Surat
મોરારી બાપુ 1 સુરત / રઘુવીર માર્કેટને ફાયર વિભાગ સવા કરોડના ખર્ચનું બિલ ફટકારશે

સુરત રઘુવીર માર્કેટમાં લાગેલી આગ પર મહાપાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા મહા મહેનત ણે અંતે ૨૪ કલાક થીવધુ સમય બાદ સંપૂર્ણ કાબુ મેળવાયો હતો. ત્યારે ફરી વાર શહેરમાં આ પ્રકારની ઘટના નાં બને તે માટે સજ્જ બન્યું છે. હવે થી ફાયર વિભાગ અને શહેરી વિકાસ ખાતુ સંયુક્ત રીતે દરરોજ એક માર્કેટમાં જઈ ફાયરના વાહનોને આવનજાવનમાં થતાં અવરોધો, માર્જીનના દબાણો, એન્ગલો, એલીવેશનોને દૂર કરવાનું સોમવારથી અભિયાન હાથ ધરશે.

સુરત શહેરમાં આવેલી આવી 21 માર્કેટોનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે.  ઈન્ચાર્જ ચિફ ફાયર ઓફિસર બસંત પરિખે જણાવ્યું કે ‘ ફાયરના વાહનો ફાયર ટેન્ડર માર્કેટ સુધી આવનજાવન કરી શકે તેમાં નડતરરૂપ હોય તેવા દબાણો, બે માર્કેટો વચ્ચેની બાઉન્ડ્રી વોલ, માર્જીનના બાંધકામ, અનધિકૃત બનાવેલા એન્ગલ તથા એલીવેશનને દૂર કરવામાં આવશે

તો બીજી બાજુ પાલિકાના ફાયર બ્રિગેડે રઘુવીર માર્કેટ એસોશીએશન પાસે ફાયર વિભાગની કામગીરી એક કરોડથી લઈ સવા કરોડ સુધીના ખર્ચનું બિલ ફટકારવાની તૈયારી પણ  કરી છે. આ આગના પગલે બિલ્ડીંગ ભયજનક સ્થિતમાં આવી ગઈ

ઉલ્લેખનીય છે કે, રઘુવીર માર્કેટમાં ગત 21મી જાન્યુ. રોજ સવારે ચાર વાગ્યે ભીષણ આગ લાગી હતી. અને આખે આખું બિલ્ડીંગ આ આજ્ઞા ખપ્પરમાં હોમી ગયું છે. ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરી 21 કલાક બાદ આગ પર 4 કરોડ લીટર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો હતો.  તો બીજા દિવસે પણ કુલિંગની કામગીરી દરમિયાન કેટલીક દુકાનમાં આગ લાગી હતી.

માર્કેટને સીલ મારી પ્રવેશ પ્રતિબંધ

આગના કારણે ભયજનક સ્થિતિમાં આવી ગયેલી રઘુવીર માર્કેટને સીલ મારી દેવામાં આવ્યું છે. માર્કેટમાં લોકોના પ્રવેશ પર પણ પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિ માર્કેટમાં પ્રવેશ કરશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.