Not Set/ અંકલેશ્વર GIDCમાં આવેલી સન ફાર્મા કંપનીમાં આગ, ભારે જહેમત બાદ આવી કાબુમાં

અંકલેશ્વર, દેશના સૌથી મોટા કેમિકલ ક્લસ્ટર કહેવાતા અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી સન ફાર્માસ્યુટિકલ કંપનીમાં થયેલા ધડાકા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. શનિવારે મોડી રાત્રે થયેલા ભીષણ ધડાકા બાદ ફાટી નીકળેલી વિકરાળ આગને ભારે જહેમત બાદ કાબુમાં લેવામાં આવી હતી. આગ એટલી વિકરાળ હતી કે ફાયર ફાયટરની ટીમ અંદર પ્રવેશી શકી ન હતી. ત્યારબાદ બાજુના એક […]

Gujarat
6 1517722011 અંકલેશ્વર GIDCમાં આવેલી સન ફાર્મા કંપનીમાં આગ, ભારે જહેમત બાદ આવી કાબુમાં

અંકલેશ્વર,

દેશના સૌથી મોટા કેમિકલ ક્લસ્ટર કહેવાતા અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી સન ફાર્માસ્યુટિકલ કંપનીમાં થયેલા ધડાકા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. શનિવારે મોડી રાત્રે થયેલા ભીષણ ધડાકા બાદ ફાટી નીકળેલી વિકરાળ આગને ભારે જહેમત બાદ કાબુમાં લેવામાં આવી હતી. આગ એટલી વિકરાળ હતી કે ફાયર ફાયટરની ટીમ અંદર પ્રવેશી શકી ન હતી. ત્યારબાદ બાજુના એક બિલ્ડિંગમાંથી અને બહારથી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવાયો હતો.

વિકરાળ આગને કાબૂમાં લેવા માટે ૧૬ ફાયર ફાયટરની ગાડીઓથી પાણીનો મારો ચલાવાયો હતો. સવારે સાડા સાત વાગ્યે આગ કાબૂમાં આવી હતી.