Not Set/ સુરત/ કાપડ માર્કેટમાં ભીષણ આગ, ૧૫ ફાયર ફાયટર ઘટના સ્થળે

સુરત મનપા ફાયર સેફટીને લઈને આટલી બધી કાળજી રાખતી હોવા છતાય સુરત માં અવાર નવાર આગજનીની ઘટના બની રહી છે. જે મનપાની કામગીરી પર સવાલ ઉભા કરી રહી છે. ફાયર વિભાગ દ્વારા આટલી કાળજી હોવા છતાય વારંવાર મોટી સંખ્યામાં આગજનીની ઘટનાઓ સામે આવી રહી છે. હાલમાં જ સુરતમાં બે સ્થળોએ આગની ઘટના બની છે, સુરત […]

Gujarat Surat
સુરત આગ સુરત/ કાપડ માર્કેટમાં ભીષણ આગ, ૧૫ ફાયર ફાયટર ઘટના સ્થળે

સુરત મનપા ફાયર સેફટીને લઈને આટલી બધી કાળજી રાખતી હોવા છતાય સુરત માં અવાર નવાર આગજનીની ઘટના બની રહી છે. જે મનપાની કામગીરી પર સવાલ ઉભા કરી રહી છે. ફાયર વિભાગ દ્વારા આટલી કાળજી હોવા છતાય વારંવાર મોટી સંખ્યામાં આગજનીની ઘટનાઓ સામે આવી રહી છે. હાલમાં જ સુરતમાં બે સ્થળોએ આગની ઘટના બની છે,

સુરત કાપડ માર્કેટમાં ભીષણ આગ લાગી છે. સુરતના પુણા વિસ્તારમાં આવેલી રઘુકુલ માર્કેટમાં ભીષણ આગ લાગી છે. ફાયર વિભાગ દ્વારા આ કોલને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. ૧૫ જેટલા ફાયર ફાઈટરો ઘટના સ્થેળે પહોચીને આ આગની ઘટના પર કાબુ મેળવ્યો હતા.  રઘુકુલ માર્કેટના કાચ તોડીને ફાયર વિભાગે કામગીરી શરુ કરી હતી.

રઘુકુલ માર્કેટમાં આગ લાગવાને કારણે માર્કેટના તમામ કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. અને હજુ તો માર્કેટની શરૂઆત હોવાને કારણે બહુ ઓછી માત્રામાં કર્મચારી હાજર હતા. તેથી મોટી દુર્ઘટના થતા બચી ગઈ છે.

પ્રાપ્ત વિગત અનુસાર સાતમાં માળે આવેલા ઇલેક્ટ્રિક ડીપીમાં આગ લાગી હતી. ત્યાંથી જ મેઈન સપ્લાય આવતો હોવાથી ત્યાંથી આગના  ધુમાડા અન્ય ફ્લોર પર પણ ફેલાયા હતા.

પૌઆ ફેકટરીમાં આગ

તો બીજી બાજુ સુરતના બારડોલી ખાતે સરભોણ વિસ્તારમાં પણ આગની ઘટના બની છે. જેમાં પૌંઆ બનાવતી ફેકટરીમાં આગ   લાગી છે. અને આગમાં મોટાભાગનો માલ સમાન આગમાં ખાખ થઇ ગયો છે. ઘટના ની ફાઈત્રોજાન થતા જ  ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોચ્યાં હતા. અને  આગ પર કાબુ મેળવ્યો હતો. ફેકટરીમાં આગ લાગવાનું કરણ હજુ અકબંધ છે. ફાયર દ્વારા હાલ કુલીંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.