Crime/ ટ્રાફિક બુથ સળગાવી બ્લાસ્ટ કરી નાખીશ, ધમકી આપનારની ગણતરીના કલાકોમાં પોલીસે કરી ધરપકડ

અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસ કંટ્રોલરૂમમાં અજાણ્યા શખ્સે ફોન કરીને મેસેજ આપ્યો હતો કે

Ahmedabad Gujarat Trending
Untitled 7 ટ્રાફિક બુથ સળગાવી બ્લાસ્ટ કરી નાખીશ, ધમકી આપનારની ગણતરીના કલાકોમાં પોલીસે કરી ધરપકડ

@ભાવેશ રાજપૂત, અમદાવાદ 

અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસ કંટ્રોલરૂમમાં અજાણ્યા શખ્સે ફોન કરીને મેસેજ આપ્યો હતો કે શિવરંજની ટ્રાફિક બુથમાં આગ લાગી છે. જેથી પોલીસે કંટ્રોલ મેસેજ એન ડિવિઝન ટ્રાફિકની ગાડીને આપતા તેઓ શિવરંજની ટ્રાફિક બુથ આગળ નિકળ્યા હતા.  જોકે ત્યાં પહોંચતા ટ્રાફિક બુથમાં આગ લાગવાની કોઈ ધટના ન હોવાનું સામે આવ્યુ હતુ.

Untitled 20 ટ્રાફિક બુથ સળગાવી બ્લાસ્ટ કરી નાખીશ, ધમકી આપનારની ગણતરીના કલાકોમાં પોલીસે કરી ધરપકડ

Vaccine / CMના પત્ની અંજલીબેન સહીત આ સ્વ સાંસદના પત્નીએ પણ મુકાવી કોરોના રસી

પોલીસે આગનો કંટ્રોલ મેસેજ કરનારા નંબર પર ફોન કરી સંપર્ક કરતા ફોન કરનાર શખ્સે પોલીસને કહ્યુ હતુ કે “તમે ટ્રાફિક પોલીસના માણસો મને દરરોજ હેરાન કરો છો”, “હું રાત્રિના આવીને ટ્રાફિક બુથ સળગાવી નાખીશ અને બ્લાસ્ટ કરાવી નાખીશ, તમારાથી થાય તે ઉખાડી લેજો” તેવી ધમકી આપી ગાળો બોલી અને ફોન કાપી નાખ્યો હતો.

Untitled 8 ટ્રાફિક બુથ સળગાવી બ્લાસ્ટ કરી નાખીશ, ધમકી આપનારની ગણતરીના કલાકોમાં પોલીસે કરી ધરપકડ

Open / રાજ્યની આ અદાલતોમાં આજથી પ્રત્યક્ષ સુનાવણી થશે શરુ

જેથી આ આ અજાણ્યા ઈસમે ખોટો મેસેજ કરીને પોલીસને ગેરમાર્ગે દોર્યો હોવાથી તેમજ ટ્રાફિક બુથ સળગાવી દેવાની ધમકી આપી અને ગાળાગાળી કરી હોય જેથી સેટેલાઇટ પોલીસે અજાણ્યા ઇસમ સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી. આ  ગણતરીના કલાકોમાં જ પોલીસે ધમકી આપનારની ધરપકડ કરી છે. આકાશ અજમેરા નામના વ્યક્તિની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

Untitled 21 ટ્રાફિક બુથ સળગાવી બ્લાસ્ટ કરી નાખીશ, ધમકી આપનારની ગણતરીના કલાકોમાં પોલીસે કરી ધરપકડ