ગુજરાત/ ફાયરબ્રાંડ નેતા જયરાજસિંહ પરમારે ધારણ કર્યો કેસરિયો, કમલમ ખાતે નેતાઓની હાજરીમાં ભાજપમાં જોડાયા

ભાજપમાં જોડાયા બાદ જયરાજસિંહે કહ્યું હતું કે, અબ તો તૂફાન હી કરેલા ફેંસલા રોશની કા, દિયા વહીં જલેગા જીસમે દમ હોગા. પહેલા જમાન હતો કે રાજનો દીકરો રાજા થતો, આ સમયમાં થતી લડાઈમાં રાજ સત્તાઓ બદલાતી હતી.

Top Stories Ahmedabad Gujarat
જયરાજસિંહ

કોંગ્રેસ સાથે છેડો ફાડનાર અને ફાયરબ્રાંડ નેતાની ઓળખ ધરાવતા જયરાજસિંહ પરમારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. પાટનગર ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ખાતે વિધિવત રીતે ભાજપના પ્રદેશના નેતાઓની હાજરીમાં ભગવો ધારણ કરી લીધો છે. આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા અને નેતાએ ભાજપમાં જોડાતા પહેલા જયરાજસિંહ પરમારે શક્તિપ્રદર્શન કર્યું હતું અને લાંબા કારના કાફલા તથા સમર્થકો સાથે કમલમ પહોંચ્યા હતા. ત્યારબાદ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે ખેસ પહેરાવીને તેમનું ભાજપમાં સ્વાગત કર્યું હતું.

ભાજપમાં જોડાયા બાદ જયરાજસિંહે કહ્યું હતું કે, અબ તો તૂફાન હી કરેલા ફેંસલા રોશની કા, દિયા વહીં જલેગા જીસમે દમ હોગા. પહેલા જમાન હતો કે રાજનો દીકરો રાજા થતો, આ સમયમાં થતી લડાઈમાં રાજ સત્તાઓ બદલાતી હતી.

તેઓએ વધુમાં કહ્યું હતું કે, “અત્યારે રક્તનું ટીપું ના પડ્યું હોય અને આખી સત્તા બદલાય એનું નામ લોકશાહી છે. રાજનીતિ એ સેવાનો વિષય છે, આઝાદીની લડાઈ ચાલતી ત્યારે હેતુ એક હતો નેશન ફર્સ્ટ. મારા 37 વર્ષ અને અનેક કાર્યકર્તાઓએ ખૂબ લોહી રેડ્યું છે. એવા કાર્યકર્તાઓને લઈને આપની સમક્ષ આવ્યો છું.જે ત્રુટીઓ છે એ પુરવા આવ્યો છું. એની ખાતરી આપું છું”.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું હતું કે, “આજે ભાજપ પર વિશ્વાસ મૂકીને 37 વર્ષની કારકિર્દી છોડીને ભાજપમાં જોડાયા છે. કોઈ એક પાર્ટીનો કાર્યકર્તા પ્રવક્તા હોય તેને એવું લાગે કે તે રેતીમાં વહાણ ચલાવી રહ્યો છે તેનાથી નિરાશા જન્મે છે.નક્કી કર્યું હતું કે કોગેસમાંથી કોઈને લાવવા નહિ.હું લેવા નથી ગયો, મને જયરાજ સિંહ મળ્યાં.

આ પણ વાંચો :સુરતની સ્કૂલમાં હિજાબ પહેરીને વિદ્યાર્થિનીઓ આવતા હિન્દૂ સંગઠનનો વિરોધ

જયરાજસિંહ પરમાર ભાજપમાં જોડાવવા મામલે મહેસાણાથી કોંગ્રેસના સભ્યો સહિત મોટી સંખ્યામાં ટેકેદારો કમલમ જવા રવાના થયા છે. જયરાજસિંહ સાથે મહેસાણા કોંગ્રેસના સભ્યો સહિત ટેકેદારો આજે ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસમાં કાર્યકરોની અવગણના થતી હોવાથી ભાજપમાં જોડાયા હોવાની વાત કરી છે. ભાજપ વિકાસ અને શિસ્તને વળેલ પાર્ટી હોવાથી ભાજપમાં જોડાવવાની વાત કરી છે, જ્યારે કોંગ્રેસ દિશાહીન અને નેતૃત્વ વગરની પાર્ટી છે.

મહત્ત્વનું છે કે, ભાજપમાં ઢોલ ઠબૂકી રહ્યા છે. ત્યારે આજે કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા અને નેતા જયરાજસિંહ પરમારે શક્તિ પ્રદર્શન કર્યું હતું. તેઓ અડધો કિલોમીટર લાંબા કારના કાફલા તથા સમર્થકો સાથે કમલમ પહોંચ્યાં છે. હાલમાં કમલમની બહાર ફટાકડા ફોડીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. 1500 જેટલા સમર્થકો કમલમ બહાર ભેગા થયાં છે.

આ પણ વાંચો :રાજકોટમાં યુવકે રોફ જમાવવા કર્યું હવામાં ફાયરિંગ, વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો :રાજકોટમાં પ્લે હાઉસમાં ભણતી બાળકીને લિફ્ટમાં માનસિક વિકૃત યુવાને માર્યો માર

આ પણ વાંચો :દિયર-ભાભીએ ટ્રેન નીચે પડતું મૂકીને ટુંકાવ્યું જીવન, પતિ બોલ્યો મારો નાનો દીકરો છે…