Not Set/ અમેરિકાની ટેક્સાસ ટેક યુનિવર્સીટીમાં થયું ફાયરીંગ, એક પોલીસકર્મીનું મોત

યુએસની ટેક્સાસ ટેક યુનિવર્સિટી કેમ્પસમાં ફાયરિંગ થવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક પોલીસ અધિકારી મૃત્યુ પામ્યો છે. ફાયરિંગ બાદ યુનિવર્સિટી કેમ્પસ બંધ કરવામાં આવી હતી. તેમજ ભારે જહેમત બાદ આરોપીને કબજે કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, એક વિદ્યાર્થીને તપાસ માટે પોલીસ વિભાગની અંદર લાવવામાં આવ્યો હતો. આ વિદ્યાર્થી પર આરોપ છે કે જ્યારે […]

Top Stories World
media અમેરિકાની ટેક્સાસ ટેક યુનિવર્સીટીમાં થયું ફાયરીંગ, એક પોલીસકર્મીનું મોત

યુએસની ટેક્સાસ ટેક યુનિવર્સિટી કેમ્પસમાં ફાયરિંગ થવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક પોલીસ અધિકારી મૃત્યુ પામ્યો છે. ફાયરિંગ બાદ યુનિવર્સિટી કેમ્પસ બંધ કરવામાં આવી હતી. તેમજ ભારે જહેમત બાદ આરોપીને કબજે કરવામાં આવ્યો છે.

download 23 અમેરિકાની ટેક્સાસ ટેક યુનિવર્સીટીમાં થયું ફાયરીંગ, એક પોલીસકર્મીનું મોત

પ્રાપ્ત માહિતી અનુસાર, એક વિદ્યાર્થીને તપાસ માટે પોલીસ વિભાગની અંદર લાવવામાં આવ્યો હતો. આ વિદ્યાર્થી પર આરોપ છે કે જ્યારે પોલીસ આવી ત્યારે વિદ્યાર્થીએ પિસ્તોલ કાઢી અને પોલીસ અધિકારી પર હુમલો કર્યો હતો.

યુનિવર્સિટીના પ્રવક્તા ક્રિસ કૂકના જણાવ્યા મુજબ, કેમ્પસ પોલીસે સોમવારે સાંજે કેમ્પસમાં તપાસ કરી હતી, જેમાં કેટલાક વિદ્યાર્થીઓના  ‘રૂમ માંથી દવાઓ મળી આવી હતી.

કૂકે જણાવ્યું હતું કે, દવાઓ રાખવા બદલ આરોપમાં જે વિદ્યાર્થીઓ હુમલો કર્યો હતો તેને સામાન્ય પ્રક્રિયા હેઠળ કેમ્પસ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા. આ દરમિયાન, આરોપી વિદ્યાર્થીએ બંદૂક બહાર કાઢી હતી અને એક અધિકારી પર ગોળી ચલાવી હતી. ત્યારબાદ આરોપી ફરાર થઈ ગયો હતો અને ભારે જહેમત બાદ આરોપીને પકડવમાં આવ્યો હતો.