Crime/ વર્ષનાં અંતિમ દિવસે અમદાવાદમાં ફાયરિંગ, એક યુવકની ક્રૂરતા પૂર્વક કરાઇ હત્યા

કોરોનાનાં કહેર વચ્ચે વર્ષનાં અંતિમ દિવસે એટલે કે 31 ડિસેમ્બરનાં રોજ અમદાવાદ શહેર ખાતે એક મોટી ઘટના બની હતી. 31 ડિસેમ્બરની રાતે અમદાવાદ શહેરમાં હત્યાનો બનાવ બન્યો છે….

Gujarat Others
Mantavya 6 વર્ષનાં અંતિમ દિવસે અમદાવાદમાં ફાયરિંગ, એક યુવકની ક્રૂરતા પૂર્વક કરાઇ હત્યા

કોરોનાનાં કહેર વચ્ચે વર્ષનાં અંતિમ દિવસે એટલે કે 31 ડિસેમ્બરનાં રોજ અમદાવાદ શહેર ખાતે એક મોટી ઘટના બની હતી. 31 ડિસેમ્બરની રાતે અમદાવાદ શહેરમાં હત્યાનો બનાવ બન્યો છે.

એક તરફ કોરોનાએ લોકોને હેરાન પરેશાન કરી દીધા છે તો બીજી તરફ શહેરમાં ગુનાખોરીનાં કેસો વધતા પોલીસ સતત પેટ્રોલિંગ કરતી જોવા મળી રહી છે. શહેરમાં શાંતિ ફેલાય તે માટે પોલીસ જ્યા સતર્ક દેખાઇ રહી છે, ત્યા બીજી તરફ ગુનો કરનારાઓ બિન્દાસ બની ગયા હોય તેવુ લાગી રહ્યુ છે. ઘટના અમદાવાદનાં વસ્ત્રાલ વિસ્તારની છે, જ્યા રાધે ચેમ્બર્સમાં પૈસાની લેતી દેતી મામલે 6 રાઉન્ડ ફાયરિંગ કરી યુવકની ક્રૂરતા પૂર્વક હત્યા કરવામાં આવી છે. ત્યારે પોલીસે હત્યારા બે શખ્સની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, અર્પણ પાંડેની આ ઓફીસ હતી, જ્યા જશવંત રાજપૂત નામનો શખ્સ આવ્યો હતો, ત્યારે પૈસાની લેવડ દેવડ મુદ્દે માથાકૂટ થઈ હતી, જેમા અર્પણ પાંડે અને સુનિલસિંહ ઠાકુર બન્નેએ જશવંત ઉપર હુમલો કર્યો હતો. જેમાં 6 રાઉન્ડ ફાયરિંગ કરી તિક્ષ્ણ હથિયારનાં ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો છે. મૃતક યુવક ઓઢવ અર્બુદા નગરનો રહેવાસી હોવાનુ સામે આવ્યુ છે. આપને જણાવી દઇએ કે, વર્ષ 2020 આખરે પૂરુ તો થયુ છે પરંતુ આ 2020 નું વર્ષ લોકો ક્યારે પણ યાદ કરવા નહી માંગે તેવા બનાવો આ દરમિયાન બની ગયા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો