ગુજરાત/ છોટાઉદેપુરના કવાંટમાં લગ્ન પ્રસંગમાં દેશી તમંચા વડે ફાયરિંગ, યુવાનની કરી અટકાયત

છોટાઉદેપુરના ક્વાંટમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગની ઘટના બન્યાનું સામે આવ્યું. છોટાઉદેપુરના સાંકળ ગામથી જઈ રહેલ વરઘોડામાં દેશી તમંચા વડે ફાયરિંગ કરાયું.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 06 01T094647.691 છોટાઉદેપુરના કવાંટમાં લગ્ન પ્રસંગમાં દેશી તમંચા વડે ફાયરિંગ, યુવાનની કરી અટકાયત

છોટાઉદેપુરના ક્વાંટમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગની ઘટના બન્યાનું સામે આવ્યું. છોટાઉદેપુરના સાંકળ ગામથી જઈ રહેલ વરઘોડામાં દેશી તમંચા વડે ફાયરિંગ કરાયું. વરઘોડામાં ફાયરિંગ થતા મહિલાને ગોળી વાગતા ઘાયલ થઈ. વરઘોડામાં જાનૈયાઓ ડી જે ના તાલ પર નાચતા હતા. ત્યારે યુવાને ફાયરિંગ કર્યું અને ગોળી મહિલાની સાથળમાંથી આરપાર થઈ. મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.

ઘટનાની પ્રાપ્ત વિગત મજુબ સાંકળગામથી નીકળેલ વરઘોડામાં ફાયરિંગની ઘટના બનવા પામી હતી. આપણે ત્યાં સામાન્ય રીતે લગ્ન પ્રસંગમાં કન્યાને પરણવા આવનાર યુવક પોતાના કુટુંબ પરિજનો સાથે વરઘોડો લઈને આવે છે. અને આ વરઘોડામાં સામેલ થનારા જાનૈયાઓ ઢોલ અને ડી.જેના તાલ પર નાચતા-નાચતા ધૂમધામથી કન્યાને ઘરે પંહોચે છે. આજે પણ કેટલાક સમાજમાં લગ્નપ્રસંગની ઉજવણીમાં વરઘોડા નીકળ્યો ત્યારે ફાયરિંગ કરવામાં આવે છે. આવું જ કંઈક સાંકળગામના વરઘોડામાં બન્યું. છોટા ઉદેપુરના સાંકળગામથી નીકળેલ વરઘોડામાં એક યુવાને ફાયરિંગ કર્યું. અને આ ફાયરિંગમાં ગોળી એક મહિલાના સાથળમાંથી આરપાર થઈ. ગોળી વાગતા મહિલા ગંભીરપણે ઘાયલ થતા તાત્કાલિક તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ઇજાગ્રસ્ત મહિલાનું નામ શાંતુંબેન ગણપતભાઈ રાઠવા છે. તેમની ઉમંર 51 વર્ષ છે અને તેઓ રેણધી ગામના રહેવાસી છે.

વરઘોડામાં ફાયરિંગ કરનાર યુવાનનું નામ પ્રવીણ વિરસિંગ રાઠવા છે. પ્રવીણ સામે કવાંટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ. આ ઘટના 29 મી એ મધ્યરાત્રીનાબની હતી. ઘટનામાં પોલીસ પોતે ફરિયાદી બની ફાયરિંગ કરનાર શખ્સની પોલીસે અટકાયત કરી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દાહોદમાં ખેતીલાયક જમીનમાં નકલી હુકમોનું કૌભાંડ

આ પણ વાંચો: જામનગરમાં બાળકીને ગાયે કચડતા ચકચાર

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત તંત્ર થયું સજાગ,આપી રહ્યું છે પોલીસ કર્મચારીઓને ટ્રેનીંગ