Rajkot/ રાજકોટમાં લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ પ્રથમ ફરિયાદ, નિખિલદોંગા ગેંગના બે સહિત ચાર સામે ગુનો દાખલ

રાજકોટમાં લેન્ડગ્રેબિંગ એકટ હેઠળ પ્રથમ ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદ રાજકોટ ગ્રામ્યના વિરપુર પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો વિરુદ્ધ નોંધવામાં આવી છે. તેમજ તાજેતરમાં જ બહુચર્ચિત

Top Stories Gujarat
1

રાજકોટમાં લેન્ડગ્રેબિંગ એકટ હેઠળ પ્રથમ ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદ રાજકોટ ગ્રામ્યના વિરપુર પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો વિરુદ્ધ નોંધવામાં આવી છે. તેમજ તાજેતરમાં જ બહુચર્ચિત ગુજસીટોક આરોપી નિખિલ દોંગા ગેંગના બે આરોપીઓ તેમજ ગોંડલ નગરપાલિકાના એક કર્મચારી સહિત ચાર વ્યક્તિઓ સામે આ ફરિયાદ નોંધવામાં આવી છે. આ અંગે જિલ્લા પોલીસ વડા બલરામ મીણા એ પ્રેસ કોન્ફરન્સ યોજી અને માહિતી આપી હતી.

froud / રાજકોટમાં ડેટા ચોરી માટે બાળકોને ટાર્ગેટ કરી ચીટર વીમા કંપની…

આ અંગે જિલ્લા પોલીસ વડા બલરામ વિનાયે પ્રેસ કોન્ફરન્સ અંતર્ગત જણાવ્યું હતું કે લેન્ડ ગ્રેબિંગ એક્ટ નો કાયદો આવ્યા બાદ પ્રથમ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, તેમજ આ ફરિયાદના આધારે ચાર આરોપીઓ વિરૂદ્ધ દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનો આરોપીઓ રમેશ સિંધવ, કમલેશ સિંધવ, નરેશ સિંધવ નામના ત્રણ ભાઈઓ વિરૂદ્ધ દાખલ કરવામાં આવ્યો છે, ધીરુભાઈ ગમારા નામનો આરોપી ગોંડલ નગર પાલિકામાં કોન્ટ્રાકટ આધારિત નોકરી કરે છે, ચાર આરોપીઓ પૈકી નરેશ સિંધવ નિખિલ દોંગાનો સાગરીત છે.નરેશ સિંધવ GUJCTOCના ગુનામાં હાલ જેલમાં છે, ચાર આરોપીઓ પૈકી બે આરોપીઓ કમલેશ સિંધવ અને નરેશ સિંધવ જેલમાં છે. જે અન્વયે આરોપી રમેશ સિંધવ અને ધીરુભાઈ ગમારાને પોલીસ સકંજામાં લીધા છે.

રાજકોટમાં નિખિલ ગેંગ જેલમાં બેઠાં બેઠાં એવું કરતી કે દોડતી થઈ ગઈ પોલીસ,  ગુજસીટોક હેઠળ નોંધાયો ગુનો | rajkot nikhil gange jail police Gujctoc

Political / બંગાળના રાજકારણમાં ભાજપ બાદ હવે ઓવૈસીએ મારી એન્ટ્રી, કઈંક નવ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…