એટ્રોસિટી/ પહેલા ખેંચ્યો મારો પાલવ, પછી આપી આવી ધમકી, એશ્રા પટેલ સહિત 8 સામે ફરિયાદ

મોડેલ એશ્રા પટેલ અને તેમના પિતા સહિત 8 લોકો સામે સંખેડા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી. મહિલા સરપંચે ફરિયાદમાં જણાવ્યું હતું

Trending Videos
એશ્રા પટેલ
  • એશ્રા પટેલ સહિત 8 સામે ફરિયાદ
  • જાનથી મારી નાખવાનીની ધમકીની ફરિયાદ
  • કાવિઠા ગ્રા.પં.ના મહિલા સરપંચે નોંધાવી ફરિયાદ
  • કાવિઠા ગ્રા.પં.ની ગ્રામસભામાં થઇ હતી બબાલ

છોટાઉદેપુર જિલ્લાના કાવિઠા ગામનાં મહિલા સરપંચે મોડેલ એશ્રા પટેલ અને તેમના પિતા સહિત 8 લોકો સામે સંખેડા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી. મહિલા સરપંચે ફરિયાદમાં જણાવ્યું હતું કે મારા પતિએ ડો. બાબાસાહેબ આંબેડકરના જન્મદિવસની ઉજવણીનું સૂચન કરતાં એશ્રા પટેલે જાતિવાચક અપમાન કર્યું હતું અને ધક્કે ચડાવીને માર મારવાનો પ્રયાસ કર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપી મહેશભાઇ રબારીએ મારી સાડીનો પાલવ ખેંચીને મને નગ્ન કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.

ઉલ્લેખની છે કે,આ પહેલાં મોડેલ એશ્રા પટેલે મહિલા સરપંચ, તેમના પતિ અને પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મોડેલ એશ્રા પટેલે ફરિયાદમાં જણાવ્યું હતું કે 24 એપ્રિલના રોજ ગ્રામપંચાયત ઘરમાં સાંજે 5 વાગ્યે ગ્રામ સભા રાખી હોવાથી હું ત્યાં ગઈ હતી. એ વખતે ગામનાં સરપંચ જ્યોતિબેન સોલંકી, તેમના પતિ મનોજભાઇ ઉર્ફે મનુભાઇ, તેમનો પુત્ર અજય સહિતના સભ્યો અને ગ્રામજનો હાજર હતાં. એ સમયે ગામમાં પાણીનાં 6 ટેન્કરો હોવા છતાં એ ન આપવા બાબતે મેં સરપંચ અને તલાટીને પ્રશ્ન પૂછ્યો હતો. જેથી સરપંચના પતિ મનુભાઇએ કહ્યું હતું કે ટેન્કરો બીજા ગામમાં આપ્યા છે અને બીજા બગડેલાં છે.

આ પણ વાંચો: હવે કેન્દ્રીય વિદ્યાલયમાં ક્વોટામાંથી પ્રવેશ નહીં અપાય, પ્રથાનો આવ્યો અંત