ગમખ્વાર અકસ્માત/ છત્તીસગઢમાં ચાલુ ગાડીએ ડ્રાયવરને ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો, પાંચ લોકોના મોત

છત્તીસગઢના ગારિયાબંદ જિલ્લામાં ગાડી ઝાડ સાથે અથડાતા એક જ પરિવારની પાંચ મહિલાઓનું મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં અન્ય છ લોકો ઘાયલ થયા છે. પોલીસે રવિવારે આ ઘટના અંગે માહિતી આપી હતી. પોલીસના જણાવ્યા મુજબ, આ લોકો માલેગાંવ ગામના રહેવાસી હતા અને તેમના એક સગાના અંતિમ સંસ્કાર બાદ પડોશી રાયપુર જિલ્લાના ખટ્ટી ખોરપા ગામથી પરત ફરી […]

India
bumrah sanjana 1615012223 5 છત્તીસગઢમાં ચાલુ ગાડીએ ડ્રાયવરને ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો, પાંચ લોકોના મોત

છત્તીસગઢના ગારિયાબંદ જિલ્લામાં ગાડી ઝાડ સાથે અથડાતા એક જ પરિવારની પાંચ મહિલાઓનું મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં અન્ય છ લોકો ઘાયલ થયા છે. પોલીસે રવિવારે આ ઘટના અંગે માહિતી આપી હતી. પોલીસના જણાવ્યા મુજબ, આ લોકો માલેગાંવ ગામના રહેવાસી હતા અને તેમના એક સગાના અંતિમ સંસ્કાર બાદ પડોશી રાયપુર જિલ્લાના ખટ્ટી ખોરપા ગામથી પરત ફરી રહ્યા હતા. ગારીબહેન્ડના અતિરિક્ત પોલીસ અધિક્ષક (એએસપી) સુખનંદન રાઠોડે જણાવ્યું હતું કે “પાંડુકા પોલીસ સ્ટેશન હેઠળ કોપરા ગામ નજીક શનિવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો જ્યારે ડ્રાઈવર બેલેન્સ ગુમાવી ગયો હતો અને વાહન એક ઝાડ સાથે અથડાયું હતું.”

 

અહેવાલ છે કે નેશનલ હાઈવે 130 સી પર 11 લોકોને લઇ રહેલી એક ઇકો વાન વધુ ઝડપે દોડી રહી હતી, ત્યારે અચાનક ડ્રાઈવરએ બેલેન્સ ગુમાવી દેતા અકસ્માત સર્જાયું હતું. પીટીઆઈના સમાચાર અનુસાર, ઘટનાસ્થળે જ મરી ગયેલી મહિલાઓની ઓળખ બગુતિ નિશાદ, કલા બાઇ, પરવત બાઇ, કેજ બાઇ અને તેજ બાઇ તરીકે થઈ હતી. આ ઘટનામાં ત્રણ મહિલાઓ, એક 15 વર્ષનો છોકરો અને ડ્રાઇવર સહિત છ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને રાજીમની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેઓને સારવાર માટે રાયપુર મોકલી દેવામાં આવ્યા છે. પોલીસે બનાવ સંદર્ભે ગુનો નોંધ્યો છે.