Lucknow-Cylinder Blast/ લખનૌમાં સિલીન્ડર બ્લાસ્ટ થતા એક જ પરિવારનાં પાંચના મોત

લખનૌમાં મંગળવારે રાત્રે બે માળના મકાનમાં શોટસર્કિટને કારણે આગ લાગી હતી. એકઠા થયેલા લોકો આગ ઓલવવાની કોશિષ કરી રહ્યા હતા ત્યારે જ ઘરમાં રાખેલા બે સિલીન્ડરમાં બ્લાસ્ટ થયો હતો.

Top Stories India
YouTube Thumbnail 2024 03 06T121315.036 લખનૌમાં સિલીન્ડર બ્લાસ્ટ થતા એક જ પરિવારનાં પાંચના મોત

@નિકુંજ પટેલ

  • પેટા- પતિ, પત્ની અને ત્રણ બાળકોના મોત, ધડાકાથી છત અને દિવાલો તૂટી પડી

લખનૌમાં મંગળવારે રાત્રે બે માળના મકાનમાં શોટસર્કિટને કારણે આગ લાગી હતી. એકઠા થયેલા લોકો આગ ઓલવવાની કોશિષ કરી રહ્યા હતા ત્યારે જ ઘરમાં રાખેલા બે સિલીન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. જેને કારણે પતિ, પત્ની અને ત્રણ બાળકોના કરૂણ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય ચાર જણા દાઝી ગયા હતા.

સિલીન્ડરમાં ધડાકો થતા ઘરની છત અને દિવાલો તુટી ગઈ હતી. દોઢ કલાકની મહેનત બાદ ફાયરબ્રિગેડ અને પોલીસે આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં દાઝી ગયેલા ચાર જણાને બચાવીને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડાયા હતા. જેમાં બે જણાની હાલત નાજુક હોવાનું કહેવાય છે. આ બનાવ કાકરી વિસ્તારના હાતા હજરત સાહેબની છે.

જે મકાનમાં બ્લાસ્ટ થયો હતો તે મકાન મુશીર  અલી(50)ના ની વ્યક્તિનું હતું. તેમાં તેના પરિવાર અને સંબંધીઓ મળીને 20 જણા રહેતા હતા. ઘરમાં એમ્બ્રોયડરીનું કામ કરવામાં આવતું હતું. મંગળવારે રાત્રે અંદાજે 11 વાગ્યે બીજા માળે આગ લાગી હતી. આ ઘટનામાં મુશીર તેની પત્ની હુસ્ના બાનો(45), ભત્રીજી રૂઈયા(5) અને મુશીરની બહેનની બે દિકરી હીબા(2) અને હુમા(3) જીવતા ભુંજાઈ ગયા હતા.

મુશીરની દિકરી ઈશા(16) અને લકબ(18) બનેવી અજમલ(30) અને ભત્રીજી અનમ (17) આગમાં ફસાતા ગંભીરપણે દાઝી ગયા હતા. તમામને સારવાર માટે ટ્રોમા સેન્ટરમાં દાખલ કરાયા હતા. ફાયરબ્રિગેડે અંદાજે દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

સ્થાનિક લોકાનું કહેવું છે કે ધડાકાનો અવાજ સાંભળીને તેઓ ઘરની બહાર દોડી આવ્યા હતા. તેમણે જોયું તો મુસીરનું ઘર આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું અને ઘરમાંથી ચીસો સંભળાઈ રહી હતી. લોકોએ આગ બુઝાવવાની કોશિષ કરી હતી અને પોલીસ તથા ફાયર વિભાગને જાણ કરી હતી.

ફાયરબ્રિગેડની પ્રાથમિક તપાસમાં જણાયું છે કે મુશીરના રૂમમાં શોટ સર્કિટથી આગ લાગી હતી. મુશીર પરિવાર સાથે આગ ઓલવીને બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો પણ સિલીન્ડરમાં બ્લાસ્ટ થઈ ગયો હતો. ઘરમાં મુશીર સાથે તેનો ભાઈ પપ્પુ, બબ્બુ અને બબલી સિવાય બનેવી અજમતનો પરિવાર રહેતો હતો. ઘરમાં એમબ્રોયડરીનું કારખાનું ચાલતું હતું. જેમાં પરિવારના તમામ સભ્યો કામ કરીને ગુજરાન ચલાવતા હતા. એવી પણ ચર્ચા છે કે ઘરમાં ફટાકડાનું પણ કામ ચાલતું હતું, પરંતુ આ બાબતે કોઈ પુષ્ટિ થઈ નથી.

લખનઉમાં મોડી રાત્રે બે સિલિન્ડર વિસ્ફોટને કારણે પાંચ લોકોના મોત થયા છે જ્યારે ચાર લોકો દાઝી ગયા છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ઘરની છત અને દિવાલો ધરાશાયી થઈ ગઈ અને લોકોએ વિસ્ફોટનો અવાજ દૂર સુધી સાંભળ્યો. આસપાસના લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી ગયા હતા. આ મામલો લખનૌ જિલ્લાના કાકોરી શહેરનો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ