Not Set/ દિલ્હીની બહુમાળી બિલ્ડિંગમાં આગ લાગતા 5 લોકોનાં થયા મોત

દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીનાં જાકિર નગર વિસ્તારમાં એક બહુમાળી બિલ્ડિંગમાં અચાનક આગ લાગી ગઇ, જેમાં 5 લોકોનાં મોત અને 11 લોકો ઘાયલ થયા હોવાનુ સામે આવી રહ્યુ છે. ઘાયલોને હોલી ફેમિલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલનાં ચીફ મેડિકલ ઓફિસર ડૉ.માલાએ જણાવ્યું હતું કે, ઈજાગ્રસ્તોમાંથી 5 લોકોને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે કેટલાકને વોર્ડમાં […]

India
Delhi Zakir Nagar Fire દિલ્હીની બહુમાળી બિલ્ડિંગમાં આગ લાગતા 5 લોકોનાં થયા મોત

દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીનાં જાકિર નગર વિસ્તારમાં એક બહુમાળી બિલ્ડિંગમાં અચાનક આગ લાગી ગઇ, જેમાં 5 લોકોનાં મોત અને 11 લોકો ઘાયલ થયા હોવાનુ સામે આવી રહ્યુ છે. ઘાયલોને હોલી ફેમિલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલનાં ચીફ મેડિકલ ઓફિસર ડૉ.માલાએ જણાવ્યું હતું કે, ઈજાગ્રસ્તોમાંથી 5 લોકોને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે કેટલાકને વોર્ડમાં રાખવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોમાં એક બાળક પણ છે, જેને પીડિયાટ્રિક આઈસીયુમાં ભરતી કરવામાં આવેલ છે.

મળતી માહિતી મુજબ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી. આગ એટલી ભયંકર હતી કે તે સમયે ત્યા રહેલી ઘણી કાર બળીને ખાખ થઇ ગઇ હતી. આ સમય દરમિયાન, ઘણા લોકો આગથી બચવા માટે ઇમારતનાં ઉપરનાં માળેથી કૂદી પણ ગયા હતા. સુત્રોનું કહેવુ છે કે, સોમવારે મોડી રાત્રીએ શોર્ટ સર્કિટનાં કારણે લાગેલી આગની  શરૂઆત ગ્રાઉન્ડ ફ્લોરથી થઈ હતી અને જોત જોતોમાં જ તે આખી બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ હતી. અત્યાર સુધી 7 ફાયર બ્રિગેડની ગાડીઓ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ સાંકડી શેરી હોવાના કારણે તેઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે.

દક્ષિણ દિલ્હીનો આ વિસ્તાર ગીચ વસ્તીવાળો છે અને ત્યાની શેરીઓ ઘણી સાંકડી છે. ઘરો વચ્ચે જે અંતર હોવુ જોઇએ તે પણ બહુ ઓછું છે, જેના કારણે ફાયર બ્રિગેડની ગાડીઓને આગ પર કાબુ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આપને જણાવી દઇએ કે, રાજધાનીમાં આવી સાંકડી શેરીઓમાં આગનાં બનાવો હવે વધારે જોવા મળી રહ્યા છે. ગત મહિનામાં, પશ્ચિમ દિલ્હીનાં જનકપુરી સ્થિત કોચિંગ સેન્ટરની એક બિલ્ડિંગમાં આગ લાગી હતી. જે સમયે આગ લાગી ત્યારે બિલ્ડિંગમાં ઘણા બાળકો હાજર હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.