અકસ્માત/ બિહારના રોહતાસમાં ગમખ્વાર અકસ્માત થતા પિતા-પુત્ર સહિત પાંચ લોકોના મોત,3ની હાલત ગંભીર

બિહારના રોહતાસ જિલ્લામાં ગમખ્વાર અકસ્માત સર્જાતા 5 લોકોના મોત થયા છે, જ્યારે ત્રણ લોકોની હાલત ગંભીર છે. મૃતકોમાં પિતા અને પુત્રનો પણ સમાવેશ થાય છે

Top Stories India
5 55 બિહારના રોહતાસમાં ગમખ્વાર અકસ્માત થતા પિતા-પુત્ર સહિત પાંચ લોકોના મોત,3ની હાલત ગંભીર

બિહારના રોહતાસ જિલ્લામાં ગમખ્વાર અકસ્માત સર્જાતા 5 લોકોના મોત થયા છે, જ્યારે ત્રણ લોકોની હાલત ગંભીર છે. મૃતકોમાં પિતા અને પુત્રનો પણ સમાવેશ થાય છે. અકસ્માતમાં ઘાયલ ત્રણેય લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે. મૃતકોમાં 6 વર્ષની પમ્મી કુમારી અને 5 વર્ષીય આર્યન કુમારનો સમાવેશ થાય છે. જેથી આર્યન કુમારના પિતા સુમિત પ્રજાપતિનું ઘટ

નાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ સાથે 10 વર્ષના રવિ કુમાર અને મનજીત પ્રજાપતિનું પણ આ માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. કારમાં સવાર તમામ લોકો તિલોથુના સેવાહીથી લગ્નમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની અલ્ટો કારને જૂના રેતી ઘાટ પાસે અકસ્માત નડ્યો હતો. અને પાંચ લોકોના મોત થયા હતા. અકસ્માતમાં જીવ ગુમાવનારા ત્રણ લોકોનું પોસ્ટમોર્ટમ શુક્રવારે સવારે કરવામાં આવ્યું હતું, બાદમાં બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છે. આ પછી તેને સાસારામ સદર હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે.

પોલીસ હાલ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરીમાં લાગી છે, અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ અર્થ ધરી છે, આ અકસ્માતમાં ઘાયલોની હાલત અતિ ગંભીર છે.