ગમખ્વાર અકસ્માત/ બિહારના મુઝફ્ફરપુરમાં ટ્રકે 10 લોકોને અડફેટમાં લેતાં 4 બાળકો સહિત પાંચના મોત

ડ્રાઇવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા  રસ્તાની બાજુની ઝૂંપડીમાં ટ્રક ઘૂસી ગઈ હતી. અગાઉ ટ્રકે 10 લોકોને અડફેટમાં લીધા  હતા

Top Stories
accident બિહારના મુઝફ્ફરપુરમાં ટ્રકે 10 લોકોને અડફેટમાં લેતાં 4 બાળકો સહિત પાંચના મોત

ગુરુવારે બિહારના મુઝફ્ફરપુરમાં મોટો અકસ્માત થયો. એક ટ્રક કાબુ બહાર થઇ જતા  ઝૂંપડીમાં ઘૂસી ગઇ હતી તે પહેલા ટ્રકે 10 લોકોને અડફેટમાં લીધા  હતા. આ અકસ્માતમાં ચાર બાળકો સહિત પાંચ લોકોનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આમાંના મોટાભાગના લોકોની હાલત ગંભીર છે. અકસ્માત બાદ ડ્રાઇવર ટ્રકને પાછળ મૂકીને સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો.આ અકસ્માત સાંજે  મુઝફ્ફરપુર જિલ્લાના સરૈયા બ્લોકના સહદાની ગામમાં એક ટ્રક બેકાબુ થતાં અકસ્માત થયો હતો.

અકસ્માતને પ્રત્યક્ષ જોનારા લોકોએ જણાવ્યું હતું કે ટ્રક ચાલક નશામાં હતો. ટ્રકની સ્પીડ વધારે હતી ડ્રાઇવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા  રસ્તાની બાજુની ઝૂંપડીમાં ટ્રક ઘૂસી ગઈ હતી. અગાઉ ટ્રકે 10 લોકોને અડફેટમાં લીધા  હતા. જેમાંથી ચાર બાળકો સહિત પાંચ લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે. અકસ્માત બાદ સ્થળ પર લોકોનું ટોળું એકઠું થવા લાગ્યું હતું. લોકોને આવતા જોઈને ડ્રાઈવર ટ્રક મૂકીને નાસી ગયો હતો. ઘાયલોને કોઈક રીતે એસ.કે.એમ.સી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માત બાદ મૃતકના ઘરે અરાજકતા છે.પોલીસ ઘટના સ્થળે પહોચીને બચાવ કામમાં લાગી હતી અને ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધી છે.