Not Set/ આ 5 પ્રયોગ કરશો તો ડાયાબીટીસ રહેશે કન્ટ્રોલમાં

અમદાવાદ, ડાયાબીટીસમાં હેરાન થતાં દર્દીઓ માટે ભારતનું પરંપરાગત આરોગ્ય શાસ્ત્ર આયુર્વેદમાં ખાસ ઉપાયો બતાવવામાં આવ્યાં છે.અહીં ડાયાબીટીસને આયુર્વેદની રીતે કન્ટ્રોલમાં રાખવાના ઉપાયો બતાવવામાં આવ્યાં છે. 1). જમ્યા પછી ફરી ભોજન માટે ઓછામાં ઓછો 5થી 6 કલાકનો સમય રાખો.જેમ કે તમે ૧૨ વાગ્યે જમો, ફરી બે કલાકે નાસ્તો કરો કે કંઇક ખાઓ તો રસધાતુની ઉત્પત્તિ થાય છે. જે કફદોષ […]

Health & Fitness
79818 foto 47351small આ 5 પ્રયોગ કરશો તો ડાયાબીટીસ રહેશે કન્ટ્રોલમાં

અમદાવાદ,

ડાયાબીટીસમાં હેરાન થતાં દર્દીઓ માટે ભારતનું પરંપરાગત આરોગ્ય શાસ્ત્ર આયુર્વેદમાં ખાસ ઉપાયો બતાવવામાં આવ્યાં છે.અહીં ડાયાબીટીસને આયુર્વેદની રીતે કન્ટ્રોલમાં રાખવાના ઉપાયો બતાવવામાં આવ્યાં છે.

1). જમ્યા પછી ફરી ભોજન માટે ઓછામાં ઓછો 5થી 6 કલાકનો સમય રાખો.જેમ કે તમે ૧૨ વાગ્યે જમો, ફરી બે કલાકે નાસ્તો કરો કે કંઇક ખાઓ તો રસધાતુની ઉત્પત્તિ થાય છે. જે કફદોષ અને આમદોષની ઉત્પન્ન કરે છે. કફ અને આમદોષ પાચનમાં બાધા ઊભી કરે છે. પેન્ક્રિયાસ એટલે કે સ્વાદુપિંડની કાર્યક્ષમતાને પણ મંદ બનાવે છે. એટલે બે ભોજન વચ્ચે ૫ થી ૬ કલાકનો ગાળો રાખીએ તો રસની ઉત્પત્તિ થતી નથી. આમ કે વધારે પડતા કફથી ખાધેલા ખોરાકનું પાચન થતું નથી. જેને આયુર્વેદમાં અજીર્ણ કહે છે. અને આ અજીર્ણ ધાતુઓના અગ્નિને પણ મંદ કરે છે. ટૂંકમાં બ્લડ શુગર નિયંત્રણમાં ન આવવાનું  કારણ  અજીર્ણ છે.

2). ડાયાબિટીસના દર્દીઓને કસરત કરવાની,ચાલવાની આદત પાડવી જ પડે છે.સવારે વહેલા ચાલવાને કારણે જઠારગ્નિ મંદ પડે છે અને બ્લડસુગર કન્ટ્રોલમાં આવી શકે છે.સવારમાં હવામાં ઑક્સિજનનું પ્રમાણ વધારે હોય છે. તમારું શરીર અને મન પણ પ્રફુલ્લિત હોવાને કારણે શરીર વધારે ઓક્સિજન ગ્રહણ કરી શકે છે. અને પૂરતા ઓક્સિજનને કારણે આપણા પ્રત્યેક કોષો, તંત્રો બરાબર કામ કરી શકે છે. જેમાં પેન્ક્રિયાસમાંથી ઇન્સ્યુલિનનો સ્ત્રાવ હોય કે ફેફસાંની કાર્યક્ષમતા હોય. માટેસવારે ૪૦ થી ૪૫ મિનિટ ચાલવું એ ડાયાબિટીક પેશન્ટ માટે વધુ હિતાવહ છે.

175448479 1 આ 5 પ્રયોગ કરશો તો ડાયાબીટીસ રહેશે કન્ટ્રોલમાં

3). ડાયાબીટીસના દર્દીઓને ડુંગળી આપવાથી લોહીની શર્કરાનાં પ્રમાણમાં ઘટાડો થયો નોંધવામાં આવ્યો છે.અન્ય એક રસપ્રદ પ્રયોગ દરમિયાન ઇન્સ્યુલીન જરૂરી ન હોય તેવાં ડાયાબીટીસ (નોન ઇન્સ્યુલીન ડીપેન્ડન્ટ ડાયાબીટીસ મેલીટસ) ના દર્દીઓના રોજીંદા ખોરાકમાં ડુંગળી ઉમેરવાથી તેમની ડાયાબીટીસ નિયંત્રણ રાખવા માટે જરૂરી દવાઓનો ડોઝ પણ ઘટાડી શકાયો હતો.

4). ડાયાબીટીસના પેશન્ટ અગ્નિતુંડીવટી ૧-૧ ગોળી જમ્યા પછી પાણી સાથે આપી.ભૃંગરાજ ઘનવટી ૨ ગોળી અને આરોગ્યવર્ધિની ૨ ગોળી રાત્રે સૂતી વખતે પાણી સાથે આપવી. કબજિયાતની તકલીફને ધ્યાનમાં રાખીને એરંડભૃષ્ટ હિમેજા ચૂર્ણ ૧ ચમચી પાણી સાથે લેવાથી ડાયાબીટીસ કન્ટ્રોલમાં રહે છે.

એમાં શુદ્ધ વછનાગ, ત્રિફલા, યવક્ષાર, વાવડીંગ, અજમો વગેરે ઔષધોનું આયોજન કરેલું છે. જે ખોરાકના પાચનમાં મદદ કરે છે, અને આમ પેદા થવા દેતા નથી, જે ડાયાબિટીસ થવાનું મૂળ કારણ છે.

amda આ 5 પ્રયોગ કરશો તો ડાયાબીટીસ રહેશે કન્ટ્રોલમાં

5). આમળામાં વિટામિન સીઅને એંટીઓક્સીડેંટ્સ સારી માત્રામાં છે જે ડાયાબીટીસમાં લાભકારી છે. આમળા કે તેના જ્યુસનુ સેવન નિયમિત રીતે કરો.મેથી દાણાનુ સેવનપણ ડાયાબીટીસના લોકો માટે ફાયદાકારક છે.

નોંધ:

ઉપર્યુક્ત ઔષધિઓનો પ્રયોગ જાતે ના કરવો. તમારા નજીકના વૈદ્યરાજનો સંપર્ક કરીને એમના માર્ગદર્શન હેઠળ અને તમારી નાડી – પ્રકૃતિ પ્રમાણે જ દવાઓ કરવી.