Helth/ એન્ટી ઓક્સિડેન્ટ્સથી ભરપૂર છે લવિંગ, રોજીંદા ડાયટમાં કરો તેનો ઉપયોગ અને જોવો કમાલ..

ભારતમાં સદીઓથી લવિંગનો ઉપયોગ એક મસાલા તરીકે થઇ રહ્યો છે, ભોજનમાં સુંગધ વધારવા ઉપરાંત મસાલાનો ઉપયોગ આરોગ્ય મજબુત કરવા માટે ઉકાળામાં પણ થાય છે

Health & Fitness Lifestyle
6 1 એન્ટી ઓક્સિડેન્ટ્સથી ભરપૂર છે લવિંગ, રોજીંદા ડાયટમાં કરો તેનો ઉપયોગ અને જોવો કમાલ..

ભારતમાં સદીઓથી લવિંગનો ઉપયોગ એક મસાલા તરીકે થઇ રહ્યો છે. ભોજનમાં સુંગધ વધારવા ઉપરાંત મસાલાનો ઉપયોગ આરોગ્ય મજબુત કરવા માટે ઉકાળામાં પણ થાય છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, એન્ટી ઓક્સિડેન્ટ્સથી ભરપુર લવિંગને રોજના ડાયટનો ભાગ બનાવી શકાય છે. તમારી ડાયટમાં લવિંગને સામેલ કરવાના ઘણા ઉપાય છે. સૌથી સરળ અને સહેલી રીત લવિંગની ચા હોઈ શકે છે.

લવિંગમાં એન્ટી ઓક્સિડેન્ટ્સ મળી આવે છે. તે ફ્રી રેડીકલ્સથી શરીરમાં થતા નુકશાન વિરુદ્ધ લડે છે. તે ઉપરાંત ઈમ્યુનીટી એટલે કે રોગપ્રતિકારક શક્તિને પણ મજબુત કરે છે. લવિંગમાં રોગાણું વિરોધી, વાયરસ વિરોધી, શુક્ષ્મજીવ વિરોધી ગુણ મળી આવે છે. જેનાથી સામાન્ય સંક્રમણ, શરદી અને ખાંસી દુર થાય છે. લવિંગની ચા પાચન સુધારવામાં મદદરૂપ થાય છે. સારા પાચનથી ઝડપથી વજન ઓછું કરી શકાય છે. મેટાબોલીક દરને વધારીને લવિંગની ચા વજન ઘટાડવાનું કામ કરે છે. પેઢા અને દાંતોના દુઃખાવામાં પણ લવિંગની ચા ફાયદાકારક હોય છે. લવિંગનો સોજા વિરોધી ગુણ પેઢાના સોજા ઓછા કરે છે. આ રીતે તમારા દાંતના દુઃખાવામાં રાહત મળી શકે છે. તે ઉપરાંત લવિંગની ચાનું સેવન તમારા મોઢામાંથી બેક્ટેરિયાને પણ દુર કરવામાં મદદ કરશે.

છાતીમાં લોહીનો સંગ્રહ કે સાઈનસથી પીડિત લોકોને લવિંગની ચા પીવાની સલાહ આપવામાં આવે છે. લવિંગમાં રહેલા યુજેનોલ (ઔષધીય મીઠું) કફ સાફ કરવામાં મદદરૂપ સાબિત થાય છે. લવિંગ બેક્ટેરિયાથી થતા સંક્રમણ વિરુદ્ધ લડવામાં મદદ કરે છે. તેનાથી શરીરના તાપમાનમાં ઘટાડો થાય છે, કેમ કે લવિંગમાં વિટામીન ઈ અને બીજા વિટામીન મળી આવે છે.

લવિંગ શરીરમાંથી નુકશાનકારક ટોક્સીન્સને બહાર કાઢે છે. નુકશાનકારક ટોકસીન્સને કારણે ત્વચાએ ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરનું લવિંગની ચા ઈજા, ત્વચાની સમસ્યા અને ફંગલ સંક્રમણમાં મદદ પહોંચાડવાનું કામ કરે છે.