અમદાવાદ/ લોકગાયિકા રાજલ બારોટ 20 મેના રોજ કરશે સગાઈ

લોકગાયક મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બાંધવા જઈ રહીએ છે. પરિવારની 3 બહેનોના લગ્ન કરાવ્યા બાદ હવે રાજલ બારોટ લગ્ન કરવા જઈ રહી છે.

Gujarat Ahmedabad
YouTube Thumbnail 2024 05 19T144934.258 લોકગાયિકા રાજલ બારોટ 20 મેના રોજ કરશે સગાઈ

Ahmedabad News: ગુજરાતનો વારસો ગુજરાતની સંસ્કૃતિ અદ્ભૂત છે અને એમાં પણ ગુજરાતનુ લોકસંગીત પ્રખ્યાત છે ત્યારે લોકસંગીતના વારસાને જાળવી રાખવામાં લોકગાયક અને લોકગાયિકાનો ફાળો રહેલો છે. લોકગાયિકા તરીકે ઉભરી આવનાર પ્રખ્યાત લોકગાયક મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બાંધવા જઈ રહીએ છે. પરિવારની 3 બહેનોના લગ્ન કરાવ્યા બાદ હવે રાજલ બારોટ લગ્ન કરવા જઈ રહી છે. જણાવી દઈએ કે, 20 મે ના રોજ રાજલની સગાઈ છે.

સ્વ. મણિરાજ બારોટની બીજી દીકરી રાજલ બારોટનો જન્મ બાલવા (પાટણ) માં થયો હતો. રાજલને ગાયકીની પ્રથમ તક તેમના પિતાએ જ આપી હતી. તેમના આશીર્વાદથી જ હાલ રાજલ લોક ડાયરામાં અને સ્ટેજ પ્રોગ્રામમાં ખૂબ વ્યસ્ત રહે છે.

 જુલાઈ 2006માં પ્રથમવાર એક લોકગીત ગાયું હતું. જેના શબ્દો હતા, ‘હેલ ભરીને હું તો હાલું ઉતાવળી’ અને તે લોકગીત માટે રાજલને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું હતું. ત્યારે તે ખૂબ ખુશ હતી. પિતાના પગલે ચાલીને રાજલ અત્યારે ડાયરા ક્વિન તરીકે જાણીતી બની ગઈ છે.

રાજલ બારોટની વાત કરીએ તો, તેણે તેની બહેનોને કોઈ પણ વાતની ખોટ સાલવા દીધી નથી. ભાઈ ન હોવાથી દર વર્ષે રક્ષાબંધન પર તેઓ એકબીજાને રાખડી બાંધે છે અને કોઈ પણ સ્થિતિમાં એકબીજાની સાથે રહેવાના વચન આપે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભારે જનઆક્રોશ પછી DGVCLનો નિર્ણયઃ પહેલા સરકારી કચેરીમાં સ્માર્ટ મીટર લાગશે

આ પણ વાંચો:‘બે મહિનાનું 2,500 રૂપિયાનું બિલ, સ્માર્ટ મીટર પછી દસ જ દિવસનું 3 હજાર રૂપિયા બિલ’

આ પણ વાંચો:સ્માર્ટ મીટર, પ્રજા ‘સ્માર્ટ’ નીકળી, તંત્ર સામે જનઆક્રોશ ’45 ડિગ્રી કરતાં પણ ઊંચા તાપમાને’

આ પણ વાંચો:લગ્નને હવે ગણતરીના દિવસો જ બાકી હતા, વરરાજાના પિતા દુલ્હનની માતા સાથે….