Lifestyle/ યુપીના હાપુડમાં હોળી પર ઝેર પીરસવાની તૈયારી…ખાદ્ય વિભાગે રેડ પાડી…13 ક્વિન્ટલ ભેળસેળયુક્ત રંગીન ભૂંગળા અને સેવૈયા જપ્ત…

Holi Festival (હોળીના તહેવાર) પહેલા જ યુપીના હાપુડ ખાતેની એક ફેક્ટરીમાં દરોડો પાડીને ખાદ્ય વિભાગે 12 થી 13 ક્વિન્ટલ જેટલા રંગીન ભૂંગળા સેવૈયા જપ્ત કર્યા છે…

Trending festival Food Health & Fitness Lifestyle
Holi Festival,ઈદ, સૈવૈયા, રેડ, UP

Lifestyle News: ઉત્તર પ્રદેશમાં હાપુડ (Hapur,Uttar Pradesh)ના ગઢમુક્તેશ્વર ખાતે ખાદ્ય સુરક્ષા વિભાગે (Food Safety Department) હોળીના તહેવાર (Holi Festival) પહેલા એક મોટી રેડ પાડીને ભેળસેળ (Adulteration) કરનારાઓ વિરુદ્ધ સખત વલણ અપનાવ્યું છે. મેરઠ રોડ પર સ્થિત એક ફેક્ટરી પર વિભાગની ટીમે ગુપ્ત સૂચનાના આધારે દરોડો (Red) પાડ્યો અને ભારે માત્રામાં રંગીન ભૂંગળા અને સેવૈયા (Bhungala and Sevaya) જપ્ત કરી છે.

Holi Festival,ઈદ, સૈવૈયા, રેડ, UP

હોળીના તહેવાર (Holi Festival) પહેલા 13 ક્વિન્ટલ જેટલા રંગીન ભૂંગળા અને સેવૈયા જપ્ત

દરોડા દરમિયાન, સ્વચ્છતાના માપદંડોના લીરેલીરા ઉડાવાતા જોવા મળ્યાં હતા જ્યાં કર્મચારીઓ પગનો ઉપયોગ કરીને સેવૈયા તૈયાર કરી રહ્યાં હતા! વિભાગે આ મોકે 12 થી 13 ક્વિન્ટલ જેટલા રંગીન ભૂંગળા જપ્ત કર્યા છે અને શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના નમૂના લઇને તપાસ માટે રાજકીય પ્રયોગશાળામાં મોકલી આપ્યા છે.

લાઇસન્સ રદ કરવાની ચેતવણી આપી

અસ્વચ્છ પરિસ્થિતિઓમાં નિર્માણના કારણ સંબંધી આ એકમને સુધાર નોટિસ (Notice) પાઠવવામાં આવી છે અને સુધારો ન થવા પર લાયસન્સ (License) રદ કરવાની કાર્યવાહી પણ કરવાની ચેતવણી આપવામાં આવી છે. ખાદ્ય વિભાગની બે ટીમો દ્વારા આ કાર્યવાહીને અંજામ આપવામાં આવ્યો છે.

Holi Festival,ઈદ, સૈવૈયા, રેડ, UP

સ્વાસ્થ્ય માટે ગંભીર નુકસાનદાયક રંગ

ખાદ્ય અધિકારીઓએ લોકોને ચેતવ્યા છે કે આવા ધેરા રંગ વાળા ભૂંગળા સીધા જ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે જેનાથી પેટ, આંતરડા, લીવર અને કિડનીને ગંભીર નુકસાન થઇ શકે છે. આથી પ્રશાસને એવી અપીલ કરી છે કે, આ હોળીના તહેવાર દરમિયાન લોકોએ સતર્ક રહેવું અને અસુરક્ષિત ખાદ્ય પદાર્થો ખરીદવાથી બચવું જોઇએ.

ભેળસેળયુક્ત સામાન પર લગામ લગાવવાના એકશન

એમણે વધુમાં જણાવ્યું હતુ કે, વિભાગની આ કાર્યવાહીનો હેતુ હોળીના પ્રસંગે બજારમાં વેચાતા ભેળસેળયુક્ત સામાન પર લગામ લગાવવાનો છે. આ તો સારુ છે કે બજામમાં પહોંચતા પહેલા જ આ રંગીન ભૂંગળા અને ગંદી રીતે બનેલી સેવૈયા પકડી પાડવામાં આવી નહિંતર લોકોનું સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે એમ હતું! હોળી અને ઈદ (Holi and Eid) પર જે લોકો એના ખઆત એમનું સ્વાસ્થ્ય બગડવાનું જોખમ હતું.


આ પણ વાંચો: હોળાષ્ટક 2026થી હોલિકા દહન સુધી…આ 8 દિવસ દરમિયાન શું કરવું અને શું ન કરવું….?

આ પણ વાંચો: હોળીના દિવસે જ ચંદ્રગ્રહણ સર્જાશે..! આ 4 રાશિઓએ અત્યંત સતર્ક રહેવું પડશે..!

આ પણ વાંચો: હોળાષ્ટક 2026થી હોલિકા દહન સુધી…આ 8 દિવસ દરમિયાન શું કરવું અને શું ન કરવું….?