Rajkot/ આ કારણથી RSS સરસંઘચાલક મોહન ભાગવત કાલથી 4 દિવસ રાજકોટ-સૌરાષ્ટ્રના પ્રવાસે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત આવતીકાલે રાજકોટ આવી પહોંચશે અને રાજકોટમાં રોકાણ કરશે.છેલ્લા એક વર્ષથી સંઘના કાર્યકરો કોરોનાવાયરસની પરિસ્થિતિ સામે

Top Stories Gujarat
1

આવતીકાલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત રાજકોટ આવી પહોંચશે અને રાજકોટમાં રોકાણ કરશે.છેલ્લા એક વર્ષથી સંઘના કાર્યકરો કોરોનાવાયરસની પરિસ્થિતિ સામે અવિરત સેવા કાર્ય કરી રહ્યા છે.તાજેતરમાં અમદાવાદ ખાતે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા સહિતના આગેવાનોની હાજરીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મહત્વની બેઠક મળી ગયા બાદ હવે આવતીકાલથી 4 દિવસ માટે રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનના આરએસએસના આગેવાનો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તેઓ પોતાની હાજરીથી કાર્યકર્તાઓ ને પ્રોત્સાહિત કરશે.

Gujarat / ભાજપની નવી પાર્લામેન્ટ્રી બોર્ડની ટીમ જાહેર, જાણો કોની થઇ બાદબાકી

આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત તારીખ 22 ના સાંજે રાજકોટ આવી પહોંચશે અને કાર્યકર્તાઓના ઘરે ભોજન તથા નિવાસ કરશે બાદમાં તારીખ 23 ના રોજ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આગામી તારીખ 25ના રોજ સંઘના પ્રચારકના પરિવારજનોને મળશે અને બપોરના ભોજન પછી અમદાવાદ જવા નીકળી જશે.કોરોનાવાયરસની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સોશિયલ ડિસ્ટન્સ જાળવી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે મોહનભાગવત એમના રાજકોટ અને સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન પ્રેસ કોન્ફરન્સ સંબોધવાના નથી અને મિડીયાના પ્રતિનિધિઓને પણ મળવાના નથી તેમ પંકજ રાવલે જણાવ્યું છે.

Ahmedabad / શહેરનાં આ વિસ્તારમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે

એ બાબત ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં નજીકના ભવિષ્યમાં મહાનગરપાલિકાઓ જીલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની છે ત્યારે આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતની ગુજરાતની આ બીજી મુલાકાત છે અને તેને રાજકીય નિરિક્ષકો ભારે મહત્ત્વની ગણાવી રહ્યા છે.આરએસએસના પ્રાંત પ્રચાર પ્રમુખ પંકજ રાવલના જણાવ્યા મુજબ સંઘની અખિલ ભારતીય યોજનાના ભાગરૂપે મોહન ભાગવત રાજકોટ ખાતે વિવિધ બેઠકોમાં ભાગ લેવા અને કાર્યકતર્ઓિ સાથે સંઘ કાર્ય બાબતે ચર્ચા અને ચિંતન કરવા આવી રહ્યા છે.

fire / પૂણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટમાં લાગી ભીષણ આગ, અહીં બની રહી છે કોરોનાની રસી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…