Not Set/ માત્ર સુરક્ષાને ધ્યાનમાં રાખીને કાશ્મીરમાં સુરક્ષા દળોને તૈનાત કરાયા છે : ગવર્નર

  જમ્મુ જમ્મુ કાશ્મીરની સુરક્ષાને લઇને છેલ્લાં 24 કલાક દરમિયાન જે તણાવભરી સ્થિતિ સર્જાઇ છે તે અંગે રાજ્યના ગવર્નર સત્યપાલ મલિકે જણાવ્યું હતું કે બંધારણીય ફેરફારો અંગે રાજ્યને કોઇ જાણકારી નથી અને માત્ર સુરક્ષાના કારણોસર વધારાના પેરામિલીટ્રી ફોર્સ તૈનાત કરવામાં આવી રહ્યાં છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પાર્ટીના પ્રતિનિધિમંડળ સાથે રાજ્યપાલ સ્તયપાલ મિલકની મુલાકાત […]

Top Stories India
satyapal malik માત્ર સુરક્ષાને ધ્યાનમાં રાખીને કાશ્મીરમાં સુરક્ષા દળોને તૈનાત કરાયા છે : ગવર્નર

 

જમ્મુ

જમ્મુ કાશ્મીરની સુરક્ષાને લઇને છેલ્લાં 24 કલાક દરમિયાન જે તણાવભરી સ્થિતિ સર્જાઇ છે તે અંગે રાજ્યના ગવર્નર સત્યપાલ મલિકે જણાવ્યું હતું કે બંધારણીય ફેરફારો અંગે રાજ્યને કોઇ જાણકારી નથી અને માત્ર સુરક્ષાના કારણોસર વધારાના પેરામિલીટ્રી ફોર્સ તૈનાત કરવામાં આવી રહ્યાં છે.

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પાર્ટીના પ્રતિનિધિમંડળ સાથે રાજ્યપાલ સ્તયપાલ મિલકની મુલાકાત લીધી હતી.એ પછી રાજ ભવન તરફથી સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું હતું.રાજ્યપાલ સત્યપાલ મલિકે જણાવ્યું હતું કે અમરનાથ યાત્રા પર ટેરર એટેકને લઇને સુરક્ષા એજન્સીઓને વિશ્વાસપાત્ર ઇનપુટ મળ્યા હતા.સરહદ પર પણ પાકિસ્તાન તરફથી સતત બોમ્બાર્ડિંગ થઇ રહ્યું છે.ગંભીર પ્રકારની ધમકીઓના કારણે રાજ્યમાં સુરક્ષા વધારવી જરૂરી હતી.

રાજ્યપાલ સાથે બેઠક બાદ ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું કે અમે અધિકારીઓને પૂછી રહ્યા છીએ કે શું થઈ રહ્યું છે? તેઓ કહી રહ્યા છે કે કંઈક તો થઈ રહ્યું છે, પણ શું થઈ રહ્યું છે પરંતુ તે અંગેની જાણકારી તેમને પણ નથી. આ અસ્પષ્ટતા બાદ અમે રાજ્યપાલને મળવાનો નિર્ણય કર્યો હતો. રાજ્યપાલને પૂછતા તેમણે ગઈકાલના નિવેદનનું ફરી રટણ કર્યું હતું.’

ઓમરે જણાવ્યું કે, રાજ્યપાલે વિશ્વાસ અપાવ્યો હતો કે કોઈપણ પ્રકારની તૈયારી નથી કરાઈ રહી.

રાજ્યપાલે પ્રતિનિધી મંડળને જણાવ્યું હતું કે કલમ 35Aને હટાવવાની પણ કોઈ તૈયારી નથી થઈ રહી. વધારાના લશ્કરી દળોને બોલાવવાનો ઉદ્દેશ માત્ર સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવાયો છે.

બીજી તરફ પીડીપીના મહેબૂબા મુફ્તીએ પણ એક બેઠક બોલાવી છે. મુફ્તીએ જણાવ્યું કે ખીણમાં અરાજકતાનો માહોલ છે. કેન્દ્ર સરકારે આ મામલે કોઈ સ્પષ્ટતા નથી કરી