ગુજરાત/ GSRTCની વોલ્વો બસમાંથી ઝડપાયો વિદેશી દારૂ, 2 લોકોની કરાઈ ધરપકડ

GSRTCની વોલ્વો બસ દારૂની હેરાફેરીનું માધ્યમ બની. GSRTCની વોલ્વો બસમાંથી વિદેશી દારૂ પકડાયો.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 06 27T103208.602 GSRTCની વોલ્વો બસમાંથી ઝડપાયો વિદેશી દારૂ, 2 લોકોની કરાઈ ધરપકડ

GSRTCની વોલ્વો બસ દારૂની હેરાફેરીનું માધ્યમ બની. GSRTCની વોલ્વો બસમાંથી વિદેશી દારૂ પકડાયો. દારૂની હેરાફેરી કરનાર બે લોકોની ધરપકડ કરવામાં આવી. રાજ્ય સરકારે મુસાફરોને વધુ સુવિધા આપવા વોલ્વો બસની શરૂઆત કરી. પરંતુ હવે સરકારની આ સુવિધા આપતી બસમાં દારૂની હેરાફેરી થવા લાગી છે. મહુવાથી પસાર થતી GSRTCની બસમાંથી વિદેશી દારૂ ઝડપાતા અન્ય મુસાફરો પણ આશ્ચર્યમાં ગરકાવ થયા.

ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ મહુવાથી પસાર થતી GSRTCની વોલ્વો એસટી બસની નિયમાનુસાર ચેકિંગ કરવામાં આવ્યું. મહુવાથી ઉપડેલ GSRTCની વોલ્વો બસ 11 મુસાફર સાથે દિવથી સુરત જઈ રહી હતી ત્યારે બસની તપાસ કરવામાં આવી. મહુવા તાલુકાના માઢીયા ગામ નજીક હાઇવે ઉપર પોલીસે બસ ઉભી રાખી તપાસ કરતા ઇંગ્લિશ ભારતીય બનાવટી દારૂ ઝડપી પાડયો. હાઇવે પર બસ ઉભી રાખી તપાસ કરતા પોલીસના હાથ ઇંગ્લિશ દારૂની 6 બોટલ ઝડપાઈ. પોલિસે દારૂની 6 બોટલ સહીત બે લોકોની ધરપકડ કરી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચોમાસાની ધમાકેદાર શરૂઆત, સાબરકાંઠા, ઇડર અને હિંમતનગરમાં ખાબક્યો વરસાદ

આ પણ વાંચો: ‘જો પોલીસ ગુનાહિત કેસમાંથી મુક્ત નથી, તો વકીલો…’; ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય

આ પણ વાંચો: ગુજરાતમાં થઈ ચોમાસાની શરૂવાત અહી પડ્યો ધોધમાર વરસાદ LIVE

આ પણ વાંચો: બળદગાડું તણાતા દોઢ વર્ષનો બાળક અને બે બળદ પાણીમાં ડૂબ્યા