Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ આવી રીતે ચકાસો કેટલી સિસ્ટમમાં ઓપન છે તમારું gmail…

આપણે બહાર જીમેઇલ ઓપન કરી કરી દઈએ છીએ પરંતુ ક્યારેક લૉગ આઉટ કરવાનું ભૂલી જતા હોઈએ છીએ.

October 21, 2021Hemangi jani
Tech & Auto

mail એકાઉન્ટનો ઉપયોગ આપણે ગમે ત્યારે કરવો પડી શકે છે, જરૂરી નથી કે આપણે દર વખતે ઘરે જ તેનો ઉપયોગ કરતા હોય. એવામાં ક્યારેક એવું પણ થતું હોય છે કે આપણે બહાર જીમેઇલ ઓપન કરી કરી દઈએ છીએ પરંતુ ક્યારેક લૉગ આઉટ (Forget Gmail Log out) કરવાનું ભૂલી જતા હોઈએ છીએ. અનેક વખત આપણને આવું યાદ પણ આવે છે પરંતુ ત્યાં જવાનું શક્ય નથી હોતું. એવું પણ હોઈ શકે કે તને એ શહેરમાંથી બીજા શહેરમાં ચાલ્યા ગયો હોવ. આથી આવા સમયે આપણને એવો ડર રહે છે કે આપણી વ્યક્તિગત માહિતી અને ઇ-મેઇલની અંદર રહેલી માહિતીની ચોરી થઈ શકે છે. આજે અમે તમને એક એવી ટ્રીક બતાવી રહ્યા છીએ જેમાં તમે તમારા મોબાઇલની મદદથી જ અન્ય જગ્યાએ ઓપન હોય તે gmail એકાઉન્ટને લૉગઆઉટ કરી શકો છો.

મોબાઇલથી લૉગઇન કરો

તમારું gmail એકાઉન્ટ કેટલા લેપટોપ કે ડેસ્કટૉપમાં ખુલ્લું છે તે જાણવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમારા મોબાઇલ ફોનથી જ આ વાતની જાણકારી મળી શકે છે. આ માટે તમારે Gmail એપ પર નહીં પરંતુ ગૂગલ ક્રોમ  પર તમારું જીમેઇલ એકાઉન્ટ ઓપન કરવાનું રહેશે. અહીં તમારે એ જીમેઇલનું લૉગઈન આઈડી અને પાસવર્ડ દાખલ કરવાનો રહેશે જેના વિશે તમે માહિતી મેળવવા માંગો છો કે તે ક્યાં ક્યાં ખુલ્લું છે.

લૉગઇન બાદ કરવું પડશે આ કામ

ગૂગલ ક્રોમ પર લૉગઈન કર્યાં બાદ તમને સામાન્ય પેજ નજરે પડશે. જેમાં તમારે સ્ક્રોલ કરતાં કરતાં નીચેની તરફ જવાનું છે. અહીં તમને View Gmail in: Mobile/ Older version/Desktop નજરે પડશે. Desktopને ક્લિક કરવાનું છે. જે બાદમાં તમને જે રીતે ડેસ્કટોપ પર gmail દેખાય છે તેવી રીતે તમામ ઇ-મેઇલ નજરે પડશે.

અહીં મળશે વિગત

આ પેજ પર તમારે સ્ક્રોલ કરીને નીચે આવવાનું રહેશે. અહીં તમારા દ્વારા ઉપયોગમાં લેવાયેલા gmailની જાણકારી હશે. અહીં નજર કરશો તો તમને Details લખેલું જોવા મળશે. આ એ લાઈનાં લખેલું હશે જ્યાં તમને Last Account Acitivity જોવા મળશે. હવે તમારે Detail પર ક્લિક કરવાનું રહેશે.

અહીં કરવું પડશે આ કામ

Details ફર ક્લિક કરતાની સાથે જ તમને એક પેજ નજરે પડશે. એટલે કે તમને gmail recent activity નજરે પડશે. એટલે કે એ માહિતી મળશે કે તમારું જીમેઇલ એકાઉન્ટ કયા આઈપી એડ્રેસ પર કેટલા સમયથી ચાલી રહ્યું છે. જોકે, તમારે એ નક્કી કરવાનું છે કે કઈ કઈ સિસ્ટમ પર તમારું જી-મેઇલ ચાલી રહ્યું છે. આ માટે તમારે Security Checkup પર ક્લિક કરવાનું રહેશે.

Post navigation

ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં કોંગ્રેસનું મહિલા કાર્ડ !!
રોડને તૂટતા બચાવવા ડામર પર સિમેન્ટ-કેમિકલ્સનું લેયર પથરાશે

More Posts

Not Set/ શું 35 અને 65 રૂ. ના રિચાર્જ ન કરાવીએ તો સીમ બંધ થશે?

December 27, 2018December 28, 2018Nirmal Acharya

Not Set/ MadeByGoogle ઇવેન્ટમાં આજે Pixel 3 સાથે લોન્ચ થશે આ પ્રોડક્ટ્સ, જાણો માહિતી

October 9, 2018grishma kagda

Gadgets/ Eufyનું નવું વેક્યુમ ક્લીનર ભારતમાં લોન્ચ, 35 મિનિટનો છે બેટરી બેકઅપ 

September 21, 2021padma prajay

તમારા માટે/ એરટેલના 37 કરોડ યૂઝર્સનું ટેન્શન દૂર, હવે ડેઈલી ડેટા લિમિટ પૂરી થયા બાદ પણ ઈન્ટરનેટ ચાલશે

February 3, 2024khusbu pandya

Robot suicide/ રોબોટે કામના તણાવને કારણે પહેલીવાર કર્યો આપઘાત

July 4, 2024July 4, 2024Mansi Panara
ફ્લેક્સ-ઈંધણ કાર ચલાવવા માટે 60 રૂપિયા પ્રતિ લીટરમાં મળશે ઈંધણ,

Not Set/ કાર ચલાવવા માટે 60 રૂપિયા પ્રતિ લીટરમાં મળશે ઈંધણ, સરકારે બનાવ્યો આ ખાસ પ્લાન

October 28, 2021October 28, 2021padma prajay
ભારત ટેક્સી (Bharat Taxi) એપ બહુ-રાજ્ય સહકારી મંડળી અધિનિયમ, 2002 હેઠળ નોંધાયેલ સંસ્થા છે, જેની સ્થાપના 6 જૂન 2025ના રોજ કરવામાં આવી હતી.

Delhi News/ ડ્રાઈવરોને સીધો નફો, મુસાફરોને સસ્તી સવારી, અમિત શાહ આજે કરશે ભારત ટેક્સીનો શુભારંભ

February 5, 2026February 5, 2026Pansara Shruti

Not Set/ Maruti Suzuki એ લોન્ચ કરી મિની SUV S-PRESSO, મળી રહી છે ખૂબ જ સસ્તામાં

September 30, 2019September 30, 2019hardik shah

Tech News/ આજથી જન્મેલા બાળકો જનરેશન બીટાના હશે… જાણો શા માટે તેમને AI જનરેશન કહેવામાં આવે છે

January 1, 2025January 6, 2025Panara Mansi

Technology/ Google ત્રણ સેવાઓ બંધ કરશે, તમે તો ઉપયોગ કરી રહ્યાં નથી ને….

May 27, 2024May 27, 2024Komal Patel
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy