Not Set/ લાંબા સમયથી બિમાર રહેલા ભાજપનાં પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાનું થયુ નિધન

ગુજરાતમાં ભજપનાં કદ્દાવર નેતા રહી ચુકેલા પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઇ રાદડિયાનું લાંબી બિમારી બાદ મોત થયુ હોવાનું સામે આવી રહ્યુ છે. આપને જણાવી દઇએ કે, વિઠ્ઠલભાઇ રાદડિયા 6 વખત ધારાસભ્ય અને 1 વખત સાંસદ રહી ચુકેલા છે. તેઓ વર્ષ 1990થી 2007 સુધી ધારાસભ્ય રહી ચુકેલા છે. તેઓ પોરબંદરથી સાંસદ ચૂટાઇને આવ્યા હતા. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર […]

Rajkot Gujarat
vitthal radadiyaa લાંબા સમયથી બિમાર રહેલા ભાજપનાં પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાનું થયુ નિધન

ગુજરાતમાં ભજપનાં કદ્દાવર નેતા રહી ચુકેલા પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઇ રાદડિયાનું લાંબી બિમારી બાદ મોત થયુ હોવાનું સામે આવી રહ્યુ છે. આપને જણાવી દઇએ કે, વિઠ્ઠલભાઇ રાદડિયા 6 વખત ધારાસભ્ય અને 1 વખત સાંસદ રહી ચુકેલા છે. તેઓ વર્ષ 1990થી 2007 સુધી ધારાસભ્ય રહી ચુકેલા છે. તેઓ પોરબંદરથી સાંસદ ચૂટાઇને આવ્યા હતા. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઇ રાદડિયાનાં પાર્થિવ દેહને આવતી કાલે બપોરે અંતિમ સંસ્કાર માટે લઇ જવામાં આવશે.

ભાજપનાં પૂર્વ નેતા વિઠ્ઠલભાઇ રાદડિયાએ આજે લાંબી બિમારી બાદ અંતિમ શ્વાસ લીધો હતો. તેમનો જન્મ 1958 થયો હતો. આપને જણાવી દઇએ કે, ભાજપને ગુજરાતમાં આગળ લાવવામાં વિઠ્ઠલભાઇ રાદડિયાનું મોટુ યોગદાન રહ્યુ હોવાનું પણ સામે આવતુ રહ્યુ છે. સૌરાષ્ટ્રમાં વિઠ્ઠલ રાદડિયાનું ઘણુ માન છે. તેમણે રાજકોટ ખાતે ખેડૂતોનાં અનેકો કામ કર્યા હોવાથી તેઓ ખેડૂતોનાં પણ માનવત્તા નેતા બન્યા હતા. સાથે તેમનો પાટીદાર સમાજમાં પણ સારો પ્રભાવ હતો. પાટીદાર સમાજ તેમનો પડ્યો બોલ ઝીંલતા હતા. આજે તેમના મૃત્યુથી સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે.

આપને જણાવી દઇએ કે, વિઠ્ઠલ રાદડિયાના નશ્વરદેહને દર્શન માટે આજે તેમના નિવાસ્થાન બહાર મૂકવામાં આવશે. વિઠ્ઠલ રાદડિયા વર્ષ 2014થી  2019 સુધી પોરબંદરના સાંસદ રહી ચુક્યા છે.  વિઠ્ઠલ રાદડિયા છેલ્લે પોરબંદરમાંથી સાંસદ હતા. 2019ની લોકસભાની ચૂંટણીમાં બીમારીને કારણે ભાજપ તરફથી તેમના બદલે રમેશ ધડૂકને ટિકિટ આપવામાં આવી હતી. જણાવી દઇએ કે, અમદાવાદની ખાનગી હોસ્પીટલમાં સારવાર લીધા બાદ બોપલ વિસ્તારમાં ગજેરા પરિવારનાં બંગલામાં તેઓ તબીબી દેખરેખ હેઠળ હતા. તેમને હલન-ચલન અને વ્યકિતને ઓળખવામાં ઘણી તકલીફ પડતી હતી.

લાંબી બિમારી દરમિયાન તેમના વજનમાં ઘણો ઓછો થઇ ગયો હતો. છેલ્લા ઘણા દિવસથી તબીયત નરમ હતી. સુત્રોનું કહેવુ છે કે, આજે 10.30 વાગ્યે તેમના હૃદયનાં ધબકારા એકદમ ઘટી ગયા હતા અને તેમના સ્વજનોની હાજરીમા તેમણે અંતિમ શ્વાસ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, ઘણાં લાંબા સમયથી બીમાર ગુજરાતનાં પૂર્વમંત્રી વિઠ્ઠલભાઈ રાદડીયાનું 60 વર્ષની વયે નિધન થયું છે. જાણીતા ખેડૂત નેતા, સહકારી આગેવાન ભાજપનાં પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈનું આજે સવારે નિધન થયું છે.

વિઠ્ઠલભાઇ રાદડિયાનાં નિધન બાદ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ટ્વીટ કરી દુઃખની લાગણી વ્યક્ત કરી છે.

વડાપ્રધાન મોદીએ પણ પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઇ રાદડિયાનાં નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.