Political/ રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ દાવેદારી લિસ્ટમાં નથી, જાણો વિગત

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. તેવામાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અત્યારે પૂરજોશમાં દાવેદારી નોંધણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે

Top Stories Gujarat
15 5 રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ દાવેદારી લિસ્ટમાં નથી, જાણો વિગત
  • રાજકોટ ભાજપની સેન્સને લઈ મોટા સમાચાર
  • પૂર્વ CM વિજય રૂપાણીનું નામ દાવેદારોના લિસ્ટમાં નહીં
  • રૂપાણી પશ્ચિમ બેઠકમાં ભાજપના વર્તમાન MLA છે
  • રૂપાણીનું નામ સમર્થકો નિરીક્ષકો સમક્ષ મુકાવાની શક્યતા

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. તેવામાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અત્યારે પૂરજોશમાં દાવેદારી નોંધણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ મામલે રાજકોટમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ ભાજપની સેન્સને લઇને સૈાથી મોટા સમાચાર આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી  વિજય રૂપાણીનું દાવેદારોની લિસ્ટમાં નામ નથી. તેઓની દાવેદારી ન હોવાથી સમગ્ર વિસ્તારમાં આ વાત હાલ ટોક ઓફ ધ ગુજરાત બની છે.

ઉલ્લેખનીય છે કે પૂર્વ CM વિજ્ય રૂપાણી રાજકોટની પશ્વિમ બેઠક પર ચાલ ધારાસભ્ય છે. હાલ  રૂપાણીનું નામ સમર્થકો અને નિરીક્ષકો સમશ્ર મૂકાવવાની શકયતા રહેલી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં વિજય રૂપાણીનું દબદબો જોવા મળે છે. તેમની દાવેદારી ન હોવાથી અનેક કાર્યક્રતાઓ નારાજ પણ થઇ શકે છે, પરતું હાલ આ કોઇ ટિકિટ ફાળવણી નથી એટલે કોઇ વિરોધ વંટોળ જોવા મળ્યો નથી.