અવસાન/ ગુજરાતના પૂર્વ રાજ્યપાલ કમલા બેનીવાલનું નિધન

રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ગુજરાતના રાજ્યપાલ રહે ચુકેલા કમલા બેનીવાલનું આજે 97 વર્ષની વયે નિધન થયું છે.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 2024 05 15T191025.487 ગુજરાતના પૂર્વ રાજ્યપાલ કમલા બેનીવાલનું નિધન

Ahmedabad News: રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ગુજરાતના રાજ્યપાલ રહે ચુકેલા કમલા બેનીવાલનું આજે 97 વર્ષની વયે નિધન થયું છે. રાજધાની જયપુરની ફોર્ટિસ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. કમલા રાજસ્થાનના પ્રથમ મહિલા મંત્રી હતા. દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી સહીત અનેક નેતાઓએ તેમના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે.

કમલા બેનીવાલ સાત વખત ધારાસભ્ય અને ગુજરાતના રાજ્યપાલ રહી ચૂક્યા છે. કમલા બેનીવાલની ગણતરી કોંગ્રેસના મોટા નેતાઓમાં થતી હતી. 11 વર્ષની ઉંમરે બેનીવાલે ‘ભારત છોડો’ આંદોલનમાં ભાગ લીધો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યું દુઃખ 

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે વ્યક્ત કર્યું દુઃખ

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ડો. કમલા બેનીવાલના દુ:ખદ નિધન અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. મુખ્યમંત્રીએ સદગતના આત્માની પરમ શાંતિ માટે પ્રાર્થના કરી છે અને ડો. કમલા બેનીવાલના શોક સંતપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી છે.

ડો. કમલા બેનીવાલે તા. 27 નવેમ્બર 2009 થી 6 જુલાઈ 2014 સુધી ગુજરાત રાજ્યના 18મા રાજ્યપાલ તરીકે સેવાઓ આપી હતી.

શક્તિસિંહ ગોહિલ વ્યક્ત કર્યું દુઃખ


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: એસજી હાઈવે પર ઈકો કારે અડફેટે લેતા 15 વર્ષીય કિશોરનું મોત

આ પણ વાંચો: આજથી ત્રણ દિવસમાં કમોસમી વરસાદ ત્રાટકશે

આ પણ વાંચો: ગુજરાતમાં હાર્ટએટેકથી બે દિવસમાં છનાં મોત